Advertisement
Author: નોબત સમાચાર

ઓનલાઈન વોશીંગ મશીન ખરીદનાર ગ્રાહકની તરફેણમાં ફોરમનો આદેશઃ ગ્રાહકને મળી રાહત

વોરંટી છતાં રીપેરીંગ ખર્ચ માંગવામાં આવ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના એક આસામીએ ઓનલાઈન વોશીંગ મશીન ખરીદ્યા પછી ચાર મહિનામાં જ તેમાં ક્ષતિ સર્જાતા કંપનીએ વોરંટી હોવા છતાં રીપેરીંગ ખર્ચ માંગતા ગ્રાહક ફોરમમાં ધા નાખવામાં આવી હતી. ફોરમે વોશીંગ મશીનની રકમ વ્યાજ સાથે પરત આપવા કંપનીને આદેશ કર્યાે છે.

જામનગરના પ્રશાંત રમેશભાઈ માનકે નામના આસામીએ થોમસન કંપનીનું વોશીંટ મશીન ઓનલાઈન ખરીદ્યું હતું. જેમાં તેઓને એક વર્ષની વોરંટી આપવામાં આવી હતી અને આ આસામીએ વધુ રકમ ચૂકવી ત્રણ વર્ષની વોરંટી પ્રાપ્ત કરી હતી.

તે વોશીંગ મશીને ચાર મહિનામાં જ અવાજ કરવાનું શરૂ કરતા તે મશીન ખરાબ હોવાની કંપનીને જાણ કરાઈ હતી. તેની સામે રૂ।.૪૭૫૦ ભરપાઈ કર્યા પછી રીપેરીંગ થશે તેમ જણાવાતા વોરંટી પીરીયડમાં રહેલા આ મશીન અંગે ગ્રાહક તકરાર ફોરમમાં પ્રશાંતભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતા ફોરમે કુલ રૂ।.૧૨,૪૯૭ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા વોશીંગ મશીન કંપનીએ આદેશ કરવા ઉપરાંત ત્રાસ અને ફરિયાદ ખર્ચના રૂ।.૮ હજાર અલગથી આપવા પણ હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh