Advertisement
Author: નોબત સમાચાર

ચૈત્ર માસમાં દ્વારકા દર્શન સર્કિટમાં ભાવિકોની ભીડ રહેવાની ધારણાઃ અનેક તહેવારો ઉજવાશે

શ્રીમદ્ ભાગવત સપ્તાહો તથા ધ્વજારોહણ સહિતના ધાર્મિક આયોજનો

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૭: ચૈત્ર માસમાં યાત્રાધામ દ્વારકામાં વિવિધ ભાગવત સપ્તાહો સહિત ધાર્મિક આયોજનો થઈ રહ્યા હોવાથી દ્વારકા સહિત દર્શન સર્કિટમાં ભાવિકોની ભીડ જોવા મળશે.

ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ અને હિન્દુ કેલેન્ડર અનુસાર ખૂબ જ પવિત્ર ગણાતા ચૈત્ર માસ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ યાત્રાધામ દ્વારકામાં ભાગવત સપ્તાહ, મનોરથો સહિતના ધર્મમય આયોજનો કરવામાં આવનાર છે.

દ્વારકા યાત્રાધામમાં આવેલા વિવિધ આશ્રમો, ધર્મશાળાઓ તેમજ ભવનોમાં આગામી ચૈત્ર માસ દરમ્યાન વિવિધ સ્થળોએ ભાવિકો દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ, રાજાધિરાજ દ્વારકાધીશના મંદિરે કુંડલા ભોગ, કુનવારા ભોગ, છપ્પન ભોગ સહિતના મનોરથો સાથે સાથે જગતમંદિરમાં શિખર પર નૂતન ધ્વજારોહણ સહિતના ધાર્મિક આયોજનો કરાયા છે. જે અનુસંધાને આગામી ચૈત્ર માસ દરમ્યાન યાત્રાધામમાં ભાવિકોની ચિક્કાર ભીડ જોવા મળશે.

આ સાથે ચૈત્ર માસમાં રામનવમી, હનુમાન જયંતી સહિતના ધાર્મિક તહેવારો આવતા હોય, યાત્રાધામ દ્વારકા સહિત દર્શન સર્કિટના બેટ દ્વારકાધીશ મંદિર, હનુમાન દાંડી, ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર જેવા ધાર્મિક સ્થળો તેમજ શીવરાજપુર બીચ, સુદર્શન સેતુ જેવા પર્યટન સ્થળોએ પણ ભાવિકો તથા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટશે તેવી ધારણા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh