Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જતા પદયાત્રીઓ માટે સ્કેબલ કંપની દ્વારા સેવા કેમ્પનું આયોજન

ઝાખર ઈન્ડસ્ટ્રિયલ એરીયા પાસે

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૨૫: દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન દ્વારકાધીશજીના દર્શન માટે નીકળતા પદયાત્રીઓ માટે ઝાખર ઈન્ડી. એરીયા પાસે સૌરાષ્ટ્ર કેલસાઈન બોકસાઈટ એન્ડ એલાઈડ ઈન્ડ. લી. દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પદયાત્રીઓને સવારે (ગરમા ગરમ ગાંઠીયા, જલેબી, ચરણી, સંભારા) સાંજે મીકસ ભજીયા, ચા-નાસ્તો, શેરડીનો રસ, બન્ને ટાઈમ જમવાનું (અલગ અલગ મીઠાઈ સાથે) તથા આરામ કરવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ ૨૪-૨-૨૬થી ૧-૩-૨૬ સુધી ચાલુ રહેશે. આ કેમ્પનું આયોજન કંપનીના ડિરેકટર અરવિંદભાઈ પાબારી, શૈલેષભાઈ રાયચુરા તથા કિશનભાઈ તથા જયભાઈ પાબારી દ્વારા કરવામાં આવ્યું છે. પદયાત્રીઓ લાભ લેવા પ્રસાદ લેવા આ કેમ્પમાં પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh