Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દરેડમાં ગંજીપાના કૂટતા ત્રણ પકડાયાઃ જામજોધપુરમાંથી વર્લીબાજ ઝબ્બે

શહેરમાંથી વર્લીના આંકડા લખતા ચાર મળી આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર નજીકના દરેડમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. જામનગર શહેરમાંથી વર્લીનું બેટીંગ લેતા ચાર વર્લીબાજ ઝડપાયા હતા. જ્યારે જામજોધપુરમાંથી પણ એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામમાં પટેલ ચોકમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી પંચકોશી બી પોલીસના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી દિવ્યેશગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, અનુ ચંદ્રપાલસિંગ યાદવ ઉર્ફે નેપાળી તથા સાજીદ સાબીર ખાન નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા  મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૪૬૫૦ રોકડા કબજે કરાયા છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરામાં ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા આરીફ રફીક બ્લોચ, નીઝામ હારૂન આમરોલીયા નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ।.૩ હજાર રોકડા ઝબ્બે લીધા છે. જ્યારે દિગ્વિજય પ્લોટ-૪૯માંથી મહેન્દ્ર દામજીભાઈ મંગે, નીતિન જાદવજીભાઈ માવ નામના બે શખ્સ એકીબેકી બોલતા ઝડપાઈ ગયા છે.

જામનગરની નૂરી ચોકડી નજીક નૂરી પાર્કમાં વર્લીના આંકડા લખતા ભરત નાગજીભાઈ વાઢેર, તળાવના પાછળના ભાગ પરથી સુનિલ ત્રિકમદાસ કેશવાણી, બેડેશ્વરના પુલ નીચેથી સૂર્યદીપસિંહ ગીરીરાજસિંહ જાડેજા તથા બેડીના ઢાળીયા પાસેથી સુમારીયા જુનેદ રઝાક નામના ચાર શખ્સ  પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. જામજોધપુરના ગાંધી ચોકમાંથી જગદીશ રવજીભાઈ કારાવડીયા નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh