Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-લાખાબાવળ સેકસનમાં ડબલ ટ્રેકની કામગીરીને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

આગામી તા. ર૧થી ર૬-ફેબ્રુઆરી દરમિયાન

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૦: રાજકોટ ડિવિઝનમાં આવેલ જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે ૨૧ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી રેલ વ્યવહાર પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છેઃ

જેમાં આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં ૨૫-૦૨-૨૦૨૬ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગરઓખા એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, આમ, આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ૨૫-૦૨-૨૦૨૬ ના મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલઓખા સૌરાષ્ટ્ર મેલ ને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ૨૪-૦૨-૨૦૨૬ ના શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૨૨૯૦૬ શાલીમારઓખા એક્સપ્રેસને હાપા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ૨૬-૦૨-૨૦૨૬ ના ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખાભાવનગર એક્સપ્રેસ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (ઉપડશે) થશે. આમ, આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ૨૬-૦૨-૨૦૨૬ ના ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૨૨૯૪૬ ઓખામુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. આમ, આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ૨૪-૦૨-૨૦૨૬ ના તિરુનલવેલીથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૫૭૭ તિરુનલવેલીજામનગર એક્સપ્રેસ ને હાપા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનોમાં  ૨૬.૦૨.૨૦૨૬ ના પોરબંદરથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જેતલસર-ભક્તિનગર થઈને ચલાવવામાં આવશે તેમજ

રિશેડ્યુલ (સમયમાં ફેરફાર) કરાયેલી ટ્રેનોમાં  ૨૪.૦૨.૨૦૨૬ ના ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખાભાવનગર એક્સપ્રેસ ને ઓખા સ્ટેશનથી ૨ કલાક મોડી ઉપડવા માટે રિશેડ્યુલ કરવામાં આવી છે.

માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનોમાં

૨૧, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખાભાવનગર એક્સપ્રેસ ને માર્ગમાં ૨૫ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના ટ્રેન સંખ્યા ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણોદેવી કટડાજામનગર એક્સપ્રેસ ને માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે તથા ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના ટ્રેન સંખ્યા ૨૨૯૬૯ ઓખાબનારસ એક્સપ્રેસ ને માર્ગમાં જરૂરિયાત મુજબ રેગ્યુલેટ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh