Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવાનોને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાની સુવર્ણ તક

ઓનલાઈન અરજી પ્રક્રિયાનો આરંભઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે અગ્નિવીર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જે અંઅર્ગતઆર્મી રિફટિંગ ઓફીસ, જામનગર દ્વારા આગામી તા. ૦૧-૦૬-૨૬ થી તા. ૧૫-૬-૨૬ દરમ્યાન અગ્નિવીર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમાં સહભાગી થવા ઈચ્છતા જામનગર જિલ્લાના લાયક ઉમેદવારો મો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તા. ૧૩-૨-૨૬થી શરૂ કરવામા અવી છે. જે તાન. ૦૧-૦૪-૨૬ સુધી ચાલશે. ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટુુુ.ર્દ્ઘૈહૈહઙ્ઘૈટ્ઠહટ્ઠદ્બિઅ.હૈષ્ઠ.ૈહ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.

આ ભરતીમેળામાં સામેલ થવા માટે ઉમેદવારની ઉંમર ૧૭.૫૦ થી ૨૨ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધો. ૮ થી ધો ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈએ. આ ભરતી પ્રક્રિયામાં માત્ર અપરિણીત ઉમેદવારો જ ભાગ લઈ શકશે. ભરતી અંગેની વધુ વિગતો માટે ઉપરોક્ત સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh