Advertisement
Author: નોબત સમાચાર

શારીરિક તથા માનસિક બીમારીથી કંટાળી જઈ વાકીયા ગામના વૃદ્ધ દંપતીએ ટીકડા ગળી તાણી લીધી મોતની સોડ

ગઈકાલે બંનેએ ભરેલા આત્મઘાતી પગલાંથી વાકીયામાં પ્રસરી ગમગીનીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ધ્રોલ તાલુકાના વાકીયા ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધ તથા તેમના પત્ની લાંબા સમયથી શારીરિક તથા માનસિક બીમારીનો ભોગ બનેલા હતા. સારવાર લેવા છતાં સારૂ: થતું ન હોવાના કારણે કંટાળી જઈ આ દંપતીએ ગઈકાલે સાંજે પોતાના ઘરમાં એકસાથે કોઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા તેની જાણ થતાં બંનેને સારવારમાં ખસેડાયા હતા. સારવાર કારગત નિવડે તે પહેલાં બંનેના મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે મૃતકના સંબંધીનું નિવેદન નોંધી તપાસ શરૂ: કરી છે.

આ બનાવની વધુ વિગત મુજબ ધ્રોલ તાલુકાના વાકીયા ગામમાં રહેતા દામજીભાઈ મુળજીભાઈ ભીમાણી (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ તથા તેમના પત્ની માનુબેન દામજીભાઈ ભીમાણી (ઉ.વ.૬૮) લાંબા સમયથી માનસિક તથા અન્ય શારીરિક બીમારીનો ભોગ બન્યા હતા. આ વૃદ્ધ દંપતી સારવાર મેળવી રહ્યું હતું. તેમ છતાં સારૂ: થતું ન હતું.

પોતાની બીમારીથી કંટાળી ગયેલા દામજીભાઈ તથા માનુબેને ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા. એક સાથે આ દંપતીએ ઝેરના પારખા કર્યા પછી બંનેએ આ પગલું ભર્યાની અન્ય વ્યક્તિઓને જાણ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર પછી દામજીભાઈ તથા માનુબેને દમ તોડી દેતા અરેરાટી પ્રસરી ગઈ છે.

ઉપરોક્ત બનાવની મયંકભાઈ મગનભાઈ ભીમાણીએ પોલીસને જાણ કરી છે. દોડી ગયેલા ધ્રોલના જમાદાર જે.કે. દલસાણીયાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાનકડા એવા વાકીયા ગામમાં વૃદ્ધ દંપતીએ એકસાથે કરી લીધેલી આત્મહત્યાથી ગમગીની પ્રસરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh