ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝ્ડ તેજી યથાવત્

તા. ૧૨-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

અમેરિકાની રેર અર્થ માટે એશિયાના અન્ય દેશો સાથે ડિલ કરવાની પહેલ અને ટ્રમ્પ આગામી વર્ષમાં ભારતની મુલાકાત લેશે એવી શકયતાના અહેવાલે ટ્રેડ ડિલની અપેક્ષાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકામાં રિપબ્લિકન અને ડમોક્રેટ વચ્ચે લાંબા સમયથી ચાલતાં ઘર્ષણને પરિણામે અમેરિકામાં ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનનો હવે સેનેટરોની મીટિંગ બાદ ઉકેલ આવવાના સંકેત મળતાં અમેરિકી શેરબજારોમાં ઉછાળા સાથે વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવાતાં તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૬%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૧૮% વધીને અને નેસ્ડેક ૦.૧૫% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૩૬ અને વધનારની સંખ્યા ૧૫૮૦ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફાફોકસ્ડ આઈટી, ટેક, આઈટી, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૪,૩૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૪,૪૪૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૪,૧૪૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૪૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૪,૧૫૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૫૫,૫૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૫૫,૮૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૫૫,૩૧૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૬૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૫૫,૪૪૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

સ્ટેટ બેન્ક (૯૬૦) : પબ્લિક બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૯૮૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ટાટા ટેકનોલોજી (૬૯૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૬૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૬૬૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૭૦૩ થી રૂ.૭૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

જેએસડબલ્યુ એનર્જી (૫૩૨) : રૂ.૫૦૮ નો પ્રથમ તેમજ રૂ.૪૯૭ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૪૭ થી રૂ.૫૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

જિયો ફાઈનાન્સિયલ (૩૦૮) : ઇન્વેસ્ટમેન્ટ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૪ થી રૂ.૩૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૨૯૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા સ્પષ્ટ રીતે સુધારાની તરફ આગળ વધી રહી છે. ગોલ્ડમેન સાક્સના અપગ્રેડ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય અર્થતંત્ર પ્રત્યે વિશ્વાસમાં વધારો થયો છે. મજબૂત આર્થિક માળખું, સ્થિર નીતિગત વાતાવરણ, મોંઘવારી પર નિયંત્રણ અને આરબીઆઈની સંતુલિત વ્યાજદર નીતિએ રોકાણકારોને આશાવાદી બનાવ્યા છે. આગામી સમયગાળામાં સરકારી મૂડીખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલ અને ડિફેન્સ-ઓટોમોબાઈલ-રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં તેજી બજારને મજબૂત આધાર આપશે. કોર્પોરેટ કમાણીમાં સુધારાથી અને ઈપીએસ વૃદ્ધિથી નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં સકા રાત્મક દિશા જાળવાય તેવી શક્યતા છે.

બીજી તરફ, વિદેશી રોકાણકારોની વાપસી પણ બજાર માટે નવી ઉર્જા લાવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી એફઆઈઆઈના વેચવાલીના દબાણ બાદ હવે વેલ્યુએશન સ્તરો વધુ આકર્ષક બન્યા છે, જેના કારણે લાંબા ગાળાના રોકાણકારો ફરીથી ભારતીય બજારમાં પ્રવેશવાની શક્યતા વધેલી છે. વૈશ્વિક મંદીનો દબાણ ઘટતો જાય છે અને યુએસ ફેડના વ્યાજદરના સ્થિર રહેવાના સંકેતો પણ ઉદ્ભવતા બજારો માટે સકારાત્મક છે. બેંકિંગ, નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ, ડિફેન્સ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેવા ક્ષેત્રોમાં મૂલ્ય આધારિત વૃદ્ધિ જોવા મળી શકે છે. સમસ્ત રીતે જોવામાં આવે તો ભારતીય શેરબજાર માટે આગામી વર્ષ ૨૦૨૬ સુધીની દિશા આશાવાદી અને વૃદ્ધિમુખી દેખાઈ રહી છે.

close
Ank Bandh