Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ એક વખત કોણીએ ગોળઃ
ખંભાળિયા તા. ૧૮: કેન્દ્ર નથા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અનુસંધાને છેવાડાના દ્વારકા જિલ્લામાં વધુ એક વખત બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે ખાનગી ટ્રસ્ટો સંસ્થાઓને 'આમંત્રણ' આપવા જાહેરાત કરવા નક્કી કર્યાનું બહાર આવતા ભારે ચર્ચા જાગી છે.
ઘણાં વર્ષ પહેલા દ્વારકા જિલ્લામાં વડામથક ખંભાળિયામાં મેડિકલ કોલેજ શરૂ કરવા જાહેરાત થઈ હતી, પણ દ્વારકાની જાહેરાત થઈ તેવી અન્ય જિલ્લાની કોલેજો પોરબંદર, મોરબી, અમરેલી તો બની ગઈ કોલેજ તથા ચાલુ થઈ છે. ક્યાંક ભલે દ્વારકા જિલ્લો છેવાડાનો જાણે આરોગ્ય વિભાગનો અણમાનીતો હોય તેમ ત્રણ વખત નવી કોલેજો શરૂ કરવાની જાહેરાતમાં નામ આવ્યા છતાં હજુ કોલેજનો પથ્થર પાયો પણ પડ્યો નથી. ર૦રર, ર૩, ર૪ મા મેડિકલ પછી હવે રપ મા નવી જાહેરાત થશે.!!
એક વર્ષ પહેલા ઓક્ટોબર ર૪ માં બોટાદ, દ્વારકા, ખેડા સહિત સાત સ્થળે બ્રાઉન ફીલ્ડ યોજનામાં નવી કોલેજો શરૂ કરવા સંસ્થાઓને નિમંત્રિત કરાઈ હતી, જેમાં ચારેક સંસ્થાઓએ દ્વારકા જિલ્લામાં અરજી કરી હતી, પણ કહેવાય છે કે નાણકીય ભંડોળ ઓછું હોય, નવેસરથી જાહેરાત કરવા નિર્ણય થયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખંભાળિયામાં મેડિકલ કોલેજ શરૂ કરવા અગાઉ કેટલીક મહાકાય કંપનીઓ રસ ધરાવતી હતી, પણ પછી તેઓએ રસ લેવાનું બંધ કર્યું, ત્યારે ફરીથી જાહેરાત થનાર છે.
દ્વારકા જિલ્લામાં મેડિકલ કોલેજ જો પહેલા જાહેરાત વખતે શરૂ થઈ ગઈ હોત તો સરકારની હોત, પણ હવે બ્રાઉન ફિલ્ડ યોજનામાં ખાનગી સંસ્થા કોલેજ શરૂ કરશે એમ પણ કહેવાય છે કે એક અગ્રણી ધાર્મિક સંસ્થા દ્વારકા જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવા રસ ધરાવતી હોય તેમાં પણ આગળ વધી રહ્યા છે.
બ્રાઉન ફીલ્ડ યોજના કરોડોની આવક
રાજ્ય સરકાર દ્વારા બ્રાઉન ફીલ્ડ યોજના હેઠળ નવી મેડિકલ કોલેજો શરૂ થાય છે તેમાં ખાનગી સંસ્થાઓને બખ્ખા પડી જાય છે. સિવિલ હોસ્પિટલ જિલ્લાની તૈયાર કોલેજ દીઠ વર્ષે ૧૧.રપ કરો લેખે પાંચ વર્ષમાં ૬૦ કરોડની સહાય દ્વારકાની વાત કરીયે તો ૪૦ કરોડનું પેલ્ડીંગ ર૦ કરોડની જમીન, નક્કી થાય તે ફી સામેની મેડિકલ કોલેજ બ્રાઉન ફીલ્ડમાં મળવાની હોય, દ્વારકા જિલ્લાના ગામડાના લોકોએ પણ આ યોજનામાં કરોડોની મેડિકલ કોલેજ મેળવવા અરજીઓ કરી હતી.
જો કે, પોરબંદર તથા મોરબીમાં જાગૃત આગેવાનોએ બ્રાઉન ફીલ્ડને બદલે જર્મસની સરકારી મેડિકલ કોલેજ શરૂ કરાવી છે. કેમકે ખાનગી સંસ્થાઓને કરોડોની સહાય ગ્રાન્ટો ૩૦ વર્ષ સુધી એક રૂપિયા ટોકનથી બિલ્ડિંગ જમીન પછીયે ફી તો લઈ જ શકશે.!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial