Advertisement
Author: નોબત સમાચાર

કુખ્યાત નકસલી 'હિડમા' અને તેની પત્ની સહિત ૬ નકસલવાદીઓ ઠારઃ સર્ચ ઓપરેશન

આંધ્ર પ્રદેશમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: કુખ્યાત નકસલી કમાન્ડર હિડમાનું ઢીમ ઢાળી દેવાયું છે. પત્નીનું પણ એન્કાઉન્ટર કરાયુ છે. હિમા અનેક  હુમલામાં સામેલ હતો. આ કારણે નકસલવાદીઓને મોટો ફટકો પડયો છે.

આંધ્ર પ્રદેશમાં નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અલ્લુરી સીતારામ રાજુ  જિલ્લાના મારેદુમિલ્લીમાં કરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા અને તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા સહિત છ નક્સલીઓ ઠાર થયા છે.

૪૩ વર્ષીય માડવી હિડમા લાંબા સમયથી સુરક્ષા દળોના નિશાન પર હતો અને તેના પર ૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. હિડમા પર ઓછામાં ઓછા ૨૬ મોટા અને ઘાતક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાનો ગંભીર આરોપ હતો.

છત્તીસગઢના સુકમાના પૂર્વવર્તી વિસ્તારમાં ૧૯૮૧માં જન્મેલા હિડમાએ સીપીઆઈ (નક્સલવાદ)ની સેન્ટ્રલ કમિટીના સૌથી નાના સભ્ય તરીકે અને ૫ીએલજીએ બટાલિયન નંબર ૧ના કમાન્ડર તરીકે નક્સલી ગતિવિધિઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં હિડમાની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા પણ ઠાર થઈ છે. હિડમાનું મૃત્યુ એ નક્સલ વિરોધી ઓપરેશનમાં એક મોટી જીત માનવામાં આવે છે. તેના ઠાર થવાથી આંધ્ર-ઓડિશા બોર્ડર (એઓબી) અને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલી સંગઠનના નેટવર્કને મોટો ફટકો પડશે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.

ઓપરેશન અંગે આંધ્ર પ્રદેશના ડીજીપી હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેદુમિલ્લીમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે થયું હતું. એન્કાઉન્ટરમાં એક ટોચના નક્સલી સહિત છ નક્સલીઓ માર્યા ગયા હતા. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh