Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના સભ્યો જોગ

જ્ઞાતિની વાડી ભાડે આપવા અંગે ખાસ બેઠક યોજાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: સ્વ. સવિતાબેન વિરજીભાઈ પટેલ ટ્રસ્ટ તરફથી આયોજીત અંજનશલાકા પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તના કાર્યક્રમ નિમિત્તે તા. ૭-૩-ર૦ર૭ થી તા. ૧ર-૩-ર૦ર૭ દરમિયાન શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડી ભાડે આપવા જ્ઞાતિની કમિટીએ નક્કી કર્યું છે. આ માટે જ્ઞાતિની કમિટીએ સ્પેશ્યલ મિટિંગ યોજી હતી. આથી વિશાશ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના સભ્યોને તેમનો પ્રસંગ અન્ય તારીખે યોજવો.

ઉલ્લેખનિય છે કે, ભરતભાઈ વિરજીભાઈ પટેલ તરફથી સમસ્ત જૈન સમાજમાં સારૂ યોગદાન આપવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાને રાખીને દાતા પરિવારને વાડી ભાડે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત તારીખ દરમિયાન જ્ઞાતિના સભ્યોેને ત્યાં પ્રસંગ હશે તો જ્ઞાતિની કમિટી અને દાતા પરિવાર વાતચીત કરી યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે અને તેનો આર્થિક બોજો નહીં આવે.આમ છતાં જ્ઞાતિજનોને પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્ઞાતિની કમિટીને લેખિતમાં એક મહિનાની અંદર જાણ કરવા શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ કમિટી દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh