Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'શિવ' શબ્દનો અર્થ નથી સમજતા તેઓ વ્યાખ્યાનો કરે છેઃ જગદ્ગુરુ
દ્વારકા તા. ર૪: ચાતુર્માસ દરમિયાન ધાર્મિક પ્રવચનમાં દ્વારકાના શંકરાચાર્ય સદાનંદજી દ્વારા ધર્મના નામે કથિત દૂષ્પ્રયાર ફેલાવતા સંપ્રદાયો પર આકરા પ્રહાર કર્યા છે.
દ્વારકા શારદાપીઠધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના હાલ ચાતુર્મસ વ્રતાનુષ્ઠાન ચાલી રહ્યા છે, ત્યારે ચાતુર્માસ દરમિયાન ભાવિકોને આપતા પ્રવચનમાં તેઓ દ્વારા અમુક ધાર્મિક સંગઠનો પર ધર્મના નામે કથિત દૂષ્પ્રચાર ફેલાવતા હોવાના આકરા પ્રહારો કર્યા હતાં, અને તે બંધ થવા જોઈએ તેના પર ભાર મૂક્યો હતો.
શંકરાચાર્યએ તેમના નિવેદનમાં બ્રહ્માકુમારીઝ, સ્વામિનારાયણ, ઈસ્કોન અને ગાયત્રી પરિવાર જેવા સંગઠનો દ્વારા કરાતી અમુક પ્રવૃત્તિઓને અશાસ્ત્રીય ગણાવી આવા સંપ્રદાયો દ્વારા ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું હોય, ધાર્મિક્તાના વેશમાં ધર્મ વિરૂદ્ધ કામ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. બ્રહ્માકુમારીઝની માન્યતાઓ પર પ્રહાર કરતા તેમણે જણાવેલ કે બ્રહ્માકુમારીઝ સંપ્રદાય શિવજી અને શંકરજીને અલગ કહે છે. શિવ શબ્દનો અર્થ નથી સમજતા અને વ્યાખ્યાન કરે છે.
ગાયત્રી પરિવાર વિષે તેમણે કહ્યું કે, કોઈ વિધિ વગર જ યજ્ઞ કરે છે જેના કારણે દેશ પર સંકટો આવે છે. ઈસ્કોન સંપ્રદાયવાળા રૂપિયા ભેગા કરી વિદેશોમાં મોકલતા હોવાનું તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હનુમાનજીને દાસ બતાવી રહી ધાર્મિક દૂષ્પ્રચાર ફેલાવી ધાર્મિક્તાના વેશમાં સનાતન ધર્મ વિરૂદ્ધનું કામ કરી રહ્યા છે, તેમ જણાવી આવા સંપ્રદાયોની કથિત ઉક્ત કામગીરીઓ સામે રોષ ઠાલવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial