Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ નાકા બહાર નદી પર ફોરલેન બ્રિજ બનાવવા રૂ. ૧૯૪૮ લાખ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ૪૩૮૬ લાખ, રંગમતીના રિવર રીજુવનેશન માટે રૂ. ૮૫૯ લાખની મંજુરી
જામનગર તા. ૨૪, જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા ૯૮ કરોડ ૭૮ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે ૪૩૮૬ લાખ રંગમતી નદીના રિવર રિનોવનેશનની કામગીરી માટે ૮૫૯ લાખ ઉપરાંત રંગમતી નદી પર ફોર લેન્ડ રિવર બ્રિજ બનાવવાના કામ માટે ૧૯૪૮ લાખના ખર્ચનો સમાવેશ થાય છે
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે તા. ૨૪-૦૭-૨૦૨૫ના નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જાની ઉપસ્થિત રહૃાા હતા.
સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨,૩ અને ૪)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ)ના કામ અંગે રૂ. ૭.૫૦ લાખ, વોર્ડ નં. ૭, સ્વામીનારાયણ મંદિર પાસે પાઈપ ગટરના કામ અંગે રૂ. ૨૩૮.૧૧ લાખ, સીવીલ વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, નોર્થ, સેન્ટ્રલ ઝોનમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ પબ્લીક ટોયલેટ વર્કસના કામ અંગે રૂ. ૭.૫૦ લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં. ૫, સોઢા સ્કુલ પાસેના પુલીયાથી એચ.ઓ. ભટ્ટના બંગલા સુધી સી.સી. રોડના કામે સ્થળ ફેરફાર અંગેની દરખાસ્ત અન્વયે સ્થળ ફેરફાર મંજુર કરવામાં આવ્યો હતો. સિવિલ/ગાર્ડન શાખામાં સમાવેશ થતા સંગમ બાગ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સના કામ અંગે રૂ. ૧૦.૪૨ લાખ, જામનગર શહેરમાં ખંભાળીયા રોડ ૫૨ હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નં. ૨, અંતિમ ખંડ નં. ૯૮ વાળી જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઈઝ-૧) બનાવવાના કામ અંગે રૂ. ૪૩૮૬.૫૬ લાખ, કલીનીંગ સ્ટાફ રણમલ લેઈક તથા ખંભાળીયા ગેઈટ ફોર ધ પીરીયડ ઓફ થી યર્સ વધારાના બે વર્ષ સુધી સમય મર્યાદા વધારવા અંગેની દરખાસ્તમાં બીજા વર્ષનું ખર્ચ રૂ. ૪૩.૧૨ લાખ મંજુર કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરની રંગમતી નદીના રીવર રીજુવનેશનની કામગીરી અંતર્ગત નદીને તેના મુળ સ્વરૂપે લાવવાના કામ અંગે રૂ. ૮૫૯.૧૪ લાખ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર ફોરલેન રીવર બ્રીજ બનાવવા અંગે રૂ. ૧૯૪૮.૨૨ લાખ, જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમ માટે વર્ષ એક માટે પી.આર.ઓ શાખા દ્વારા સ્ટેજ/મંડપના કામના ખર્ચ અંગે રૂ. ૩૫ લાખ મંજુર, જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે પી.આર.ઓ. શાખા દ્વારા ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીના કામના ખર્ચ અંગે રૂ. ૫.૫૦ લાખ, જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં આવેલ સ્વીમીંગપુલના ક્રોમ્પેહેન્સીવ ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના કામ અંગે રૂ. ૪૩.૦૮ લાખ, પ્રોવાડીંગ એન્ડ સપ્લાઇંગ ઓફ ૧૦૦ એમ.એમ. ડાયાથી ૬૦૦ એમ.એમ. ડાયા સુધી સી.આઈ. સ્લુઝ વાલ્વઝ ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સીટી એરીયાના કામ માટે રૂ. ૬૫.૯૮ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
જુદી જુદી શાખાઓની આવેલ ડીમાન્ડ અન્વયે કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, યુ.પી.એસ. વિગેરેની ખરીદી અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૨૨૭.૨૭ લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બે દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થઈ હતી. જેમાં ૨૦ વર્ષ જુની આવાસ યોજનાના બ્લોક ૧ થી ૫૧ ડીમોલીશન કરવાના કામ અંગે રૂ. ૪૦,૦૮૬નું ખર્ચ મંજૂર કરાયું હતું. જ્યારે અન્ય એક દરખાસ્તમાં સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત નાણાકીય સહાય પુરી પાડવા અંગે રૂ. ૨૦ કરોડના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૯૮ કરોડ ૭૮ લાખના રકમની દરખાસ્તોને મંજુર કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial