Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ અને બિહારમાં એનડીએ વિમાસણમાં!
નવી દિલ્હી તા. ૧૬: ૩ રાજ્યોમાં ૧૧ રાજ્યસભાની બેઠક માટે આજે મતદાન છે. બિહારમાં એનડીએ ફસાયું છે, તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં છે.
દેશના ત્રણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની ખાલી પડેલી ૧૧ રાજ્યસભા બેઠકો માટે સોમવારે (૧૬ મી માર્ચ) મતદાન થઈ રહ્યું છે. ફાળવવામાં આવેલી બેઠકો કરતા ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ટક્કર અત્યંત રસપ્રદ બની છે. ખાસ કરીને બિહારમાં પાંચમી બેઠક માટે જંગ જામ્યો છે, જ્યાં ઓવૈસીની પાર્ટીના બદલાયેલા વલણે એનડીએની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવી રહ્યો છે.
બિહારની પ બેઠકો માટે ૬ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને જેડીયુના બબ્બે ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે, પરંતુ ખરી લડાઈ પાંચમી બેઠક માટે છે. નીતિશ કુમાર, રામનાથ ઠાકુર) (જેડીયુ), નીતિન નવીન ને શિવેશ કુમાર (બીજેપી) પાંચમા ઉમેદવાર તરીકે એનડીએ સમર્થિત ઉપેન્દ્ર કુશવાહા મેદાનમાં છે, જ્યારે આરજેડી તરફથી અમરેન્દ્ર ધારીસિંહ મેદાનમાં છે. એક બુઠક જીતવા ૪૧ મતોની જરૂર છે. એનડીએ પાસે ર૦ર ધારાસભ્યો છે, પરંતુ કુશાવાહાને જીતવા માટે વધારાના ૩ મતોની જરૂર છે.
ઓડિશાની બેઠકો માટે પ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં એક બેઠક જીતવા ૩૦ પ્રથમ પસંદગીના મતોની જરૂર છે. ભાજપે મનમોહન સમાલ, સંજીત કુમાર અને અપક્ષ દિલીપ રેને સમર્થન આપ્યું છે. બેજેડી એ સંત્રુત મિશ્રાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ ડો. દત્તેશ્વર મિશ્રાને ટેકો આપી રહી છે. ભાજપ પાસે ૮ર ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે ૩ બેઠકો માટે જરૂરી આંકડાથી ઓછું છે. બેજેડી અને કોંગ્રેસ મળીને ચોથી બેઠક જીતી શકે તેમ છે, પરંતુ બીજેડીમાં બળવાખોર સૂર અને કોંગ્રેસમાં ક્રોસ-વોટીંગના ભયે ગણિત ગુંચવ્યું છે.
હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્યો શિફ્ટ કરાયા
હવે પછીની ર બેઠકો માટે ૩ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના સંજય ભાટિયાની જીત નક્કી છે, પરંતુ બીજી બેઠક પર પેચ ફસાયો છે. કોંગ્રેસના કરમબર બૌદ્ધ અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીષ નંદલ વચ્ચે સીધી ટક્કર છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા શિમલા શિફ્ટ કર્યા હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial