Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઆઈઆરની કામગીરી સંપન્નઃ કલેકટરે જિલ્લાવાસીઓને સહયોગ બદલ આપ્યા અભિનંદનઃ આખરી યાદી જાહેર
ખંભાળિયા તા. ૧૮: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (એસઆઈઆર) હાથ ધરવામાં આવી છે. ગત તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધી હક્ક-વાંધા-દાવાઓ તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૩૦-૦૧-૨૦૨૬ દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.૧૦મી ફેબ્રુઆરી,૨૦૨૬ સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને આ ઝુંબેશમાં સક્રિય સહભાગીતા બદલ અભિનંદન પાઠવું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ મતદારો ૫,૪૨,૦૫૩ નોંધાયા છે. જેમાં પુરુષ ૨,૮૧,૯૭૨ અને સ્ત્રી ૨,૬૦,૦૬૭ અને અન્ય ૧૪ જેટલા મતદારો નોંધાયા છે. જ્યારે ૮૧-ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં પુરુષ ૧,૪૫,૨૬૧, સ્ત્રી ૧,૩૪,૯૫૭ અને અન્ય ૯ મળીને કુલ ૨,૮૦,૨૨૭ મતદારો છે. જ્યારે ૮૨ દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં પુરુષ ૧,૩૬,૭૧૧, સ્ત્રી ૧,૨૫,૧૧૦ અને અન્ય ૫ મળીને કુલ ૨,૬૧,૮૨૬ મતદારો નોંધાયા છે.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬ અંતર્ગત ગણતરી ફોર્મ વિતરણ તેમજ પરત મેળવી તેને ડિજિટાઇઝ કરવાની કામગીરી બીએલઓ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ થી ૧૪/૧૨/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવેલ છે. જે કામગીરીમાં ૬૯૫ બુથ લેવલ ઓફિસર્સ અને ૬૯ બી.એલ.ઓ સુપરવાઇઝર જોડાયા હતા. એસઆઈઆર-૨૦૨૬ કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્તરે સમયાંતરે માન્ય રાજકીય પક્ષો સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ તેમજ તેમના દ્વારા નિયુક્ત બીએલએએસને સમયાંતરે કાર્યક્રમની માહિતીથી અવગત કરવામા આવ્યા હતા. તેમજ જિલ્લામાં મતદારોને મદદરૂપ થવા માટે મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કક્ષાએ હેલ્પ ડેસ્કની સુવિધા શરુ કરવામા આવેલ છે.
ઈસીઆઈ દ્વારા મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સાથે સરળતા ઉમેરતી પહેલ બુક એ કોલ વીથ બીએલઓ દ્વારા મતદારો બીએલઓનો સીધો સંપર્ક કરી શકે છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫૮૯ મતદારોએ આ સુવિધાનો ઉપયોગ કરી સીધો બીએલઓનો સંપર્ક કરેલ છે. જિલ્લામાં મતદાર રજિસ્ટ્રેશનના માર્ગદર્શન માટે હેલ્પલાઇન સેન્ટર-૧૯૫૦ કાર્યરત છે. આ કોન્ટેક્ટ સેન્ટર પર આવેલ ૨૭૮ કોલમાં આવેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું. જે મતદારોના નામ આખરી મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધાવા ઇચ્છે તો તે ફોર્મ-૬ ભરી નોંધાવી શકે છે. ફોર્મની પુર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મતદાન મથકોનું રેશનલાઇઝેશન/રી-એરેન્જમેન્ટ તબક્કામાં એક બુથ પર ૧૨૦૦ થી વધારે મતદારો ન રહે તે રીતે મતદારોની વહેંચણી કરી અત્રેના જિલ્લામા નવા મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં, મતદાન મથકો ૬૩૪ હતા જેમાં નવા બનેલા મતદાન મથકો ૬૧નો ઉમેરો થતા કુલ મતદાન મથકોની સંખ્યા ૬૯૫ થઇ છે. જેમાં, ૮૧ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં અગાઉ ૩૨૭ મતદાન મથકો હતા જેમાં ૩૦ નવા ઉમેરાતા કુલ ૩૫૭ મતદાન મથકો નોંધાયા છે. જ્યારે, ૮૨ દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં અગાઉ ૩૦૭ મતદાન મથકો હતા જેમાં ૩૧ નવા ઉમેરાતા કુલ ૩૩૮ મતદાન મથકો નોંધાયા છે.
સમગ્ર કામગીરીના અંતે મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામા આવેલ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હક્ક-દાવા અને વાંધા અરજીઓના સમયગાળા (તા.૨૦/૧૨/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૬) દરમિયાન ૧૪,૪૦૫ ફોર્મ મેળવવામાં આવેલા હતા જેમાંથી ૧૧,૮૪૧ ફોર્મ મંજુર કરવામાં આવેલ. જેમાં ૮૧-ખંભાળિયામાં ૩૮૫૮ મતદારો તથા ૮૨-દ્વારકામાં ૨૮૦૪ મતદારોના નામ ઉમેરવા માટે કુલ ફોર્મ ૬૬૬૨ મંજુર કરવામાં આવેલ. જ્યારે ૮૧-ખંભાળિયામાં ૨૬૧ અને ૮૨-દ્વારકામાં ૧૭૪ એમ કુલ ૪૩૫ ફોર્મ નામ કમી કરવામાં આવેલ તેમજ ૮૧-ખંભાળિયામાં ૨૯૩૬ અને ૮૨-દ્વારકામાં ૧૮૦૮ એમ કુલ ૪૭૪૪ જેટલા મતદારોએ નામ સરનામામાં સુધારા-વધારા કરેલ છે. આ કાર્યક્રમ દરમિયાન નવા નોંધાયેલા મતદારો તેમજ નામ સરનામામાં સુધારો-વધારા કરાયેલ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડ આપવામાં આવશે.
મતદારયાદી સુધારણા ઝુંબેશ અન્વયે મળેલ તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને ચૂંટણી પંચ દ્વારા તા.૧૭ ફેબ્રુઆરી-૨૦૨૬ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. જેમાં એકંદરે જિલ્લામાં કુલ ૮૮૧૮ મતદારોનો ઉમેરો થયેલ અને ૪૪૧૨ મતદારો કમી થયેલ આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪૪૦૬ મતદારોનો વધારો થયેલ છે. જેમાં ૮૧-ખંભાળિયામાં ૨૮૮૦ અને ૮૨-દ્વારકામાં ૧૫૨૬ મતદારોનો ઉમેરો થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન ઈઝ્રૈંદ્ગીં છૅૅ અને વેબસાઇટ રંંૅ://ર્દૃંીજિ. ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધીત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના બીએલઓનો સંપર્ક કરીને અરજી કરી શકશે. હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્રની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા ઓળખપત્ર તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી ઈ-એપીક પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્રારા ચોક્કસ, સમાવેશી અને ક્ષતિરહિત મતદાર યાદી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. મતદાર નોંધણી અધિકારીઓને સહયોગ આપવા અને લોકશાહીની આ નિરંતર ચાલતી પ્રક્રિયામાં સક્રિય સહભાગી થવા જિલ્લા ચૂંટણી અધિકારી, દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial