Advertisement
Author: નોબત સમાચાર

કોયડમની ધન્વન્તરી આયુર્વેદ કોલેજના છાત્રો દ્વારા કોલેજ ટ્રાન્સફરની રજૂઆત

ગુજ.આયુ. યુનિ.ના વાઈસ ચાન્સેલર સમક્ષ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે એફીલીટેડ ખેડા જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામમાં આવેલી ધન્વન્તરી આયુર્વેદ કોલેજના છાત્રોએ આજે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાઉન્સેલરને આવેદનપત્ર પાઠવી યુનિવર્સિટીના નોર્મસ મુજબ અન્ય સારી કોલેજમાં ટ્રાન્સફર કરી આપવા રજૂઆત કરી હતી.

શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ ખાનગી આયુર્વેદ કોલેજના છાત્રોની રજૂઆતમાં જણાવ્યા મુજબ બીએમએમએસના છાત્રોએ છઃ મહિનાથી કોલેજમાં ફી ભરી દીધી છે, પણ છઃ મહિનાથી કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે.

આ સંજોગોમાં છાત્રોની કારકીર્દિને ખૂબ જ ગંભીર અસર થઈ રહી હોય, તાકીદે અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરી આપવા માંગણી કરવામાં આવી છે.

જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગુજરાતમાં અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા થયેલા નવનિર્માણ આંદોલન જેવું આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh