Advertisement
Author: નોબત સમાચાર

ગુજરત સરકાર દ્વારા ૧૧૦૦૦ વિદ્યા સહાયકોની બમ્પર ભરતીઃ ૨૪ એપ્રિલ સુધી થઈ શકશે અરજી

ટેટ-૧ પાસ કરેલા હજારો ઉમેદવારો માટે સુવર્ણ તક

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧: રાજ્ય સરકારે ગુજરાતમાં ૧૧૦૦૦ વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૫ ના ગુજરાતી માધ્યમ માટે ૧૧,૦૦૦ વિદ્યાસહાયકો (વર્ગ-૩) ની મહાભરતીની જાહેરાત કરવામાં આવી છે. ટેટ-૧ પાસ કરેલા હજારો ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક અને સુવર્ણ તક સમાન છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૧૧૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી થનાર છે. જાહેરાત ક્રમાંક ૦૧/૨૦૨૬ અનુસાર, સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે ઓનલાઇન માધ્યમથી હાથ ધરવામાં આવશે.જેનુ શિડયુલ જાહેર થયુ છે. તે મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆતઃ ૧૫ એપ્રિલ, ૨૦૨૬ (સવારે ૧૨:૦૦ વાગ્યાથી) ફોર્મ ભરવાની અંતિમ તારીખઃ ૨૪ એપ્રિલ, ૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક સુધી) અને સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરવાની અંતિમ તારીખઃ ૨૪ એપ્રિલ, ૨૦૨૬ (સાંજે ૧૭:૦૦ કલાક સુધી) રહેશે.

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે સરકારના નિર્ધારિત નિયમો મુજબની શૈક્ષણિક અને તાલીમી લાયકાત હોવી જરૂરી છે. તે મુજબ ઉમેદવાર પાસે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની પદવી હોવી અનિવાર્ય છે. તેમજ ઉમેદવારે ટેટ-૧ (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ.

આ જાહેરાતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઉમેદવારો હાલ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહૃાા છે પરંતુ અગાઉ ટેટ-૧ પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, તેઓ પણ આ ભરતીમાં ભાગ લઈ શકશે. આવા ઉમેદવારોએ અરજી કર્યા બાદ જ્યારે પરિણામ જાહેર થાય, ત્યારે પોતાના ગુણ અને માર્કશીટ ઓનલાઇન પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું માળખું મજબૂત કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયને પગલે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને સમયમર્યાદામાં સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી દેવા સૂચના આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh