Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોગ બનનાર સગીરા ગર્ભવતી બની જતાં ભાંડો ફૂટ્યો હતોઃ
જામનગર તા. ૨૫: જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સાડા તેર વર્ષની પુત્રી વર્ષ ૨૦૨૨માં ગર્ભવતી બની જતાં તેણીના પરિવારે પૂછપરછ કરતા દસેક મહિના સુધી બે શખ્સે તેણી પર પાશવી દુષ્કર્મ આચર્યાનું ખૂલ્યું હતું. એક શખ્સે તેણીની સંમતિ વગર સંબંધ બાંધ્યાની અને બીજા શખ્સે પોતાની પાસે વીડિયો હોવાનું અને તેને વાયરલ કરવાનું જણાવી દુષ્કર્મ કર્યાની ફરિયાદ થઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીને ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ।.૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. સગીરાને રૂ।.૪ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.
જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રી વર્ષ ૨૦૨૨માં ગર્ભવતી બની જતાં તેણીના પરિવારે સગીરાની પૂછપરછ કરતા સાડા તેર વર્ષની આ સગીરા પર ગઈ તા.૨૭-૬-૨૧થી તા.૧-૪-૨૦૨૨ સુધી તોસીફહુસેન સુલેમાન લાખા નામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની અને સમીરહુસેન હનીફ ગજીયા નામના શખ્સે ઉપરોક્ત કૃત્યનો પોતાની પાસે વીડિયો હોવાનું જણાવી તે સગીરા પર દુષ્કૃત્ય આચરતા સગીરા ગર્ભવતી બની ગઈ હોવાનું બહાર આવ્યું હતું.
આ બાબતની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આઈપીસી ૩૭૬ (ર) (એન), ૩૭૬ (૩), ૫૦૬ તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૨ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને તબીબી ચકાસણી કરાવવા સહિતની કાનૂની પ્રક્રિયાઓ કર્યા પછી આરોપીઓ સામેનું ચાર્જશીટ અદાલતમાં રજૂ કર્યું હતું.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે ભોગ બનનાર સગીરા, ફરિયાદી, ચકાસણી કરનાર તબીબ સહિત ૧૦ સાહેદની જુબાની રજૂ કરી હતી અને ૪૦ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સમાજમાં દિન-પ્રતિદિન આ પ્રકારના વધતા પ્રમાણ વચ્ચે દાખલારૂપ સજા ફટકારવા સરકાર પક્ષ તરફથી દલીલો કરવામાં આવી હતી.
બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી તોસીફહુસેન સુલેમાન લાખા તથા સમીરહુસેન હનીફ ગજીયાને તક્સીરવાન ઠરાવી ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ૨૦-૨૦ વર્ષની સખત કેદ અને રૂ।.૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા આપવામાં આવી છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ।.૪ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે. સરકાર પક્ષ તરફથી ડીજીપી જમનભાઈ ભંડેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial