Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદરના વન વિભાગનું મનસ્વી વર્તનઃ
ખંભાળિયા તા. ૩૧: રાજ્યના વનમંત્રી જે વિસ્તારના છે તે પોરબંદર વન વિભાગ મનસ્વી રીતે ચાલતો હોય તેવું છે.
બે માસ પહેલા દ્વારકામાં જિલ્લાના કલ્યાણપુરના ગ્રામ્ય પંથકમાંથી એક માદા વાનર ઘાયલ અવસ્થામાં મળી આવેલ જેને કૂતરાઓએ ગંભીર ઈજા કરી હતી. આ વાતની જાણ થતા ખંભાળિયા એલિમલ કેર સંસ્થા દ્વારા તેની પ્રાથમિક સારવાર કરીને ભાણવડ એનિમલ લવર્સ સંસ્થાને સોંપલે. મનુષ્ય સાથે રહેવાની ટેવવાળા માંકડા પ્રજાતિના આ માદા વાનરને એનિમલ લવર્સ સંસ્થા દ્વારા દોઢેક માસ સુધી સારવાર કરીને સંપૂર્ણ સાજી કરીને પોરબંદર વન વિભાગ દ્વારા જૂનાગઢ સક્કરબાગમાં મૂકવા વ્યવસ્થા કરી હતી. ત્યાં એક માસની ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટના ડો. નેહલબેન કારાવદરાએ પોરબંદર પક્ષી અભ્યારણ્યને એક માસથી આ માદા વાનરને જૂનાગઢ સક્કરબાગ મોકલવા આપેલ, છતાં પાંજરામાં દોરીથી બાંધીને વન વિભાગે રાખેલ છે. આ માદા વાનરને ખાવનું પણ આ એ.જી.ઓ. આપી જાય છે, કેમ કે વન વિભાગ તો કંઈ ખવડાવતું જ નથી.
રાજ્યના વનમંત્રી જ્યાં રહે છે તે પોરબંદર વિસ્તારના વન અધિકારીઓની આ વર્તણૂક પ્રાણી પ્રેમીઓમાં ભારે ટીકાપાત્ર બની છે. આ બાબતે ભારે રોષની લાગણી પણ ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial