Advertisement
Author: નોબત સમાચાર

ભાદરાની ભૂમિને બાવળ મુક્ત કરીને ઘટાદાર વૃક્ષોથી 'આદર્શ' બનાવોઃ દેવવ્રતજી

ઊંડ નદીના કાંઠે રાજ્યપાલે યોજી રાત્રિસભા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાત દરમિયાન ઊંડ નદીના કિનારે કુદરતના સાનિધ્યમાં રાત્રિ સભા સંબોધી હતી. આ પ્રસંગે તેમણે આધ્યાત્મિકતા, પર્યાવરણ જતન અને સામાજિક જવાબદારીઓ વિશે ગ્રામજનો સાથે હ્ય્દય સ્પર્શી સંવાદ સાધ્યો હતો.

રાજ્યપાલે જણાવ્યું હતું કે, સદગુરૂ ગુણાતીતાનંદ સ્વામીની આ પવિત્ર જન્મભૂમિ પર આવવું એ પરમ સૌભાગ્યની વાત છે. કપિલ મુનિના ન્યાયશાસ્ત્ર અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના કર્મફળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, મનુષ્ય દેહ જ્ઞાન મેળવવા તથા કલ્યાણ માટે છે. જે લોકો પોતાના જીવનનો સદઉપયોગ કરી ધર્મ અને પુરૂષાર્થ કરે છે, તેમનો આ ભવ અને પરભવ બંને સુધરે છે.

'સ્વચ્છતા હી સેવા' પર ભાર મૂકતા રાજ્યપાલે ખૂબ જ માર્મિક વાત કરી હતી કે, હાથમાં સાવરણી પકડવાથી કોઈનું પદ જતું રહેતું નથી. હકીકતમાં, ગંદકી કરનાર કરતાં સાફ કરનાર વ્યક્તિ હંમેશાં મહાન હોય છે. તેમણે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો કે, આ એક પવિત્ર યાત્રાધામ હોવાથી ગામને સ્વચ્છ રાખવું એ સૌની નૈતિક જવાબદારી છે. સાથે જ, તેમણે દીકરા અને દીકરી બંનેને ઉચ્ચ શિક્ષણ આપી આગળ વધારવા વાલીઓને પ્રેરણા આપી હતી.

ભાદરા ગામને ખરા અર્થમાં 'આદર્શ ગામ' બનાવવા માટે તેમણે આહ્વાન કર્યું કે ગામને બાવળમુક્ત કરી વડ, પીપળા અને ઉમરા જેવા પક્ષીઓને આશ્રય આપતા વૃક્ષોથી સભર બનાવવું જોઈએ. તેમણે જણાવ્યું કે ઓક્સિજન આપનાર વૃક્ષો ઉછેરવા એ પુણ્યનું કાર્ય છે. જન્મદિવસ કે લગ્ન જેવા શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાની પરંપરા પાડવા તેમણે ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, કલેકટર કેતન ઠક્કર, નાયબ વનસંરક્ષક અરૂણ કુમાર, ઇ. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી શારદા કાથડ, પ્રાંત અધિકારી સ્વપ્નીલ સિસલે સહિત ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh