Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની અંતિમ સામાન્ય સભા ર૧ ફેબ્રુઆરીએ યોજાશે

ભાડાપટ્ટાના વિવાદિત ઠરાવ ચર્ચાસ્પદ બની રહેશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા નગરપાલિકાની મુદ્ત તા. ૧પ-૩-ર૦રપ ના પૂર્ણ થતી હોય, તે પહેલા વહીવટદાર શાસનની સંભાવના વચ્ચે અંતિમ સામાન્ય સભા તા. ર૧-ર-ર૦ર૬ ના યોજાનાર છે જ્યારે એજન્ડાની ર૪ આઈટમોમાં ભાડાપટ્ટાનો ઠરાવ ચર્ચાસ્પદ થશે.

ખંભાળિયા તાલિકા દ્વારા જે ભાડાપટ્ટાની જગ્યાઓ આપવામાં આવી હતી તે વર્ષો જુના મામુલી ભાડાની હોય, તથા છેલ્લી કક્ષાની નબળી સલાયા જેવી નગરપાલિકાથી પણ અત્યંત ઓછું ભાડું લઈને લાખોની મિલકતો આસામીઓ વાપરતા હોય, થોડા સમય પહેલા સારા સદસ્યોના અગ્રણીથી ભાડાપટ્ટાનો દર વધારવા સામાન્ય સભામાં ઠરાવ થયેલ પણ તેના અમલથી પૈસાદાર આસામીઓના પૈસા કટમાં જાય તે ના ગમતા 'દબાણ' થતા આ ફૂટના પાંચ રૂપિયા જેવું નજીવું ભાડું પણ રદ્ કરીને જુની સ્થિતિ યથાવત્ રાખવા નિર્ણય થયો જેમાં જુના આસામીઓને લાખોનો વર્ષે ફાયદો અને પાલિકાને વર્ષે લાખોનું નુક્સાન થાય છે, છતાં આગામી સામાન્ય સભામાં ભાડાપટ્ટામાં નામ ટ્રાન્સફર કરવું (ગેરકાયદે વેંચાણની જેમ!), ભાડાપટ્ટાની જમીનો નિયમાનુસાર વેંચાણ કરવા તથા નવી જગ્યાઓ ભાડે આપવાનો ઠરાવ લેવાયો છે, તો ડોર-ટુ-ડોર કચરાના ટેન્ડર કે જે કચરા કોન્ટ્રાક્ટમાં ભયંકર ગેરરીતિ તથા કામગીરીના પણ ભૂતકાળમાં આક્ષેતો થયેલા તથા અગાઉ જે કંપની ૧ર/૧૩ લાખ મહિને બીલ લેતી તે જ કંપની તેનાથી ઓછી સગવડોમાં ફીક્સ ભાડાથી અડધી રકમમાં કામ કરે છે. આ ડોર-ટુ-ડોરનો મુદ્દો પણ નવા ટેન્બરમાં થયો છે, જ્યારે તેમાં પણ યોગ્ય રીતે પસંદગી થાય તે જરૂરી છે. આ ઉપરાંત પાલિકાની શાક માર્કેટના ભાડા વધારવા ઠરાવ લેવાયો છે. નવાઈની વાત છે કે અત્યંત ગરીબોના રોજેરોજ બકાલું વેંચનારાના નાના ગાલા પર ભાડું વધારવું છે, પણ કરોડોની મિલકત મામુલી ભાડે વાપરતા ભાડાપટ્ટામાં ભાડા વધારવા નથી.

મંજુરી વગરની ગેરકાયદે મિલકતના વેરા લેવાનો ઠરાવ

ખંભાળિયા શહેરમાં વગર મંજુરીની સરકારી જમીનોમાં પણ કોઈ દસ્તાવેજ વગરની ગેરકાયદે જમીનોમાં પણ વેરા વસૂલાત કરવાનો ઠરાવ થવાનો છે.

અગાઉ ચીફ ઓફિસરે આ ઠરાવ રદ્ કર્યો હતો કેમ કે જ્યારે ડિમોલીશન થાય ત્યારે આ પહોંચો રજૂ કરી માલિકી દેખાડવા હાઈકોર્ટમાં આસામીઓ જાય છે, પરંતુ હાલ વેરા વસૂલાત છે તેમાં કડકાઈ કરી ભરાવાના બદલે શહેરના દબાણોમાં મકાનો હોય તેને પાણી, ગટર તથા અન્ય સુવિધા આપીને તેમની પાસેથી કટ લઈને ગેરકાયદે ને કાયદેસર કરવાનો મોકો આપશે.!?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh