Advertisement
Author: નોબત સમાચાર

ડો. હેડગેવારની પ્રેરણાદાયી ગાથાને મોટા પડદે લાવશે 'શતક': મોહન ભાગવત

                                                                                                                                                                                                      

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષના અવસર પર નિર્મિત ફિલ્મ 'શતક' પ્રત્યે ઉત્સાહ સતત વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં નવી દિલ્હી સ્થિત કેશવ કુંજમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આરએસએસના પ્રમુખ સરસંઘચાલક મોહન ભાગવતજીએ આ ફિલ્મ અંગે પોતાના વિચારો વ્યકત કર્યા. તેમણે જણાવ્યું કે આ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક વિચારયાત્રાનું જીવંત ચિત્રણ છે.

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજીએ પોતાના સંબોધનમાં ડો. કેશવ બળિરામ હેડગેવારના જીવન પર પ્રકાશ પાડતાં કહ્યું, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હતા અને તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના સંગઠન અને સમાજજાગૃતિના કાર્ય માટે સમર્પિત કર્યું હતું. તેમનું જીવન ત્યાગ, શિસ્ત અને અખંડ રાષ્ટ્રભાવનું પ્રતીક રહ્યું છે.

તેમણે આગળ ઉમેર્યું, ફિલ્મ 'શતક' દ્વારા ડો. હેડગેવારજીના જીવનના વિવિધ પ્રેરણાદાયી પ્રસંગોને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેણે તેમના વ્યકિતત્વને દૃઢતા અને સંકલ્પની દિશા આપી. અંતમાં તેમણે આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો, નિર્માતાઓ અને સહયોગીઓને આ પ્રયાસ માટે અભિનંદન અને આભાર વ્યકત કર્યો. આ ફિલ્મ ૨૦ ફેબ્રુઆરીએ રીલીઝ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh