Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસેક દિવસ પહેલાં પ્લોટ વિસ્તારમાં અકસ્માતઃ
જામનગર તા. ૭: જામનગરના દિગ્વિજય પ્લોટ-પ૮ વિસ્તારમાંથી દસેક દિવસ પહેલાં રાત્રિના સમયે સ્કૂટર પર એક યુવાન પસાર થતાં હતા ત્યારે રોડ પર શ્વાન આવી જતાં તેઓ સ્કૂટર સાથે એક મીની ટ્રકના ઠાઠામાં ટકરાઈ પડ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે માધવ બાગ-૧માં રહેતા વિશાલભાઈ જગદીશભાઈ કટારમલ નામના યુવાન ગઈ તા.ર૬ની રાત્રે એકાદ વાગ્યે દિગ્વિજય પ્લોટ-પ૮માં કેળાની વખાર પાસેથી જીજે-૧૦-ઈજે ૯૬૩૬ નંબરના સ્કૂટરમાં ફૂલસ્પીડમાં પસાર થયા હતા.
આ વેળાએ અચાનક રોડ પર શ્વાન આડું ઉતરતા વિશાલભાઈએ સ્કૂટર પરનો કાબૂ ગૂમાવી દીધો હતો અને સર્પાકારે દોડી સ્કૂટર આગળ ઉભેલા છોટા હાથીના ઠાઠામાં ટકરાઈ પડ્યું હતું. સ્કૂટર પરથી ફંગોળાયેલા વિશાલભાઈને માથા, મોઢા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના કાકા મુકેશભાઈ મોહનલાલ કટારમલનું નિવેદન નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial