Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મૈત્રી ચાવડાએ જીત્યો મીસ ગુજરાત સુપર મોડેલનો ખિતાબ

બાળપણથી જ વિવિધાસભર પ્રતિભાઓ ઝળકાવનાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરની પી.વી. મોદી સ્કૂલની વિદ્યાર્થિની ૧૯ વર્ષની મૈત્રી ચાવડાએ અમદાવાદમાં યોજાયેલ મીસ ગુજરાત સુપર મોડલ સ્પર્ધામાં મીસ ગુજરાતનો ખિતાબ જીતી જામનગરનું ગૌરવ વધાર્યું છે.

મૈત્રીએ બાળપણથી જ પ્રતિભાનો પરિચય આપવાનું આરંભ કરી દીધું હતું. ગરબા સ્પર્ધાઓ, કેન્સર સંલગ્ન રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો, કાવ્ય પઠન, નિબંધ લેખન, ડાન્સ કોમ્પિટીશન, ડિબેટ, લેગ પુલિંગ સહિત સ્પોર્ટ્સની સ્પર્ધાઓમાં સહભાગી તથા વિજેતા થઈ અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.

હાલમાં મૈત્રી ફોરેન્સિક સાયન્સના અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. શિક્ષણ અને કલા ક્ષેત્રે ઝળહળતું પ્રદર્શન કરવા ઉપરાંત સૌંદર્ય સ્પર્ધામાં પણ બાજી મારીને મૈત્રીએ પોતાને કલા અને જ્ઞાન સાથેની અનોખી સૌંદર્ય પ્રતિભા તરીકે સાબિત કરી છે. મૈત્રી પોતાની આ સફળતાનો શ્રેય પરિવારને આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh