Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ।.૩૪ કરોડ ૩૨ લાખના ખર્ચને મંજૂરી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ.૩૪ કરોડ ૩૨ લાખની વિવિધ વિકાસ કામોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

આજ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૯ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિ. દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

ચીફ ઓડીટર  તરફથી રજુ થયેલ જામનગર મહાનગરપાલિકાનો સને ૨૦૨૩-૨૪નો ઓડીટ-અહેવાલ મંજુર કરવામાં આવ્યો હતો. પીએસી. ૧૦ની ખરીદી અંગે રૂ।. ૨૦.૫૭ લાખ, વોર્ડ નં.૨ માં જલારામનગરથી કેનાલ સુધી આ૨.સી.સી. બોકસ કેનાલ તથા મેહુલ પાર્કથી ગાંધીનગર સ્મશાન પુલીયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા માટે  રૂ।. ૪૨૮.૮૯ લાખનું ખર્ચ ,  સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બીજ વર્કસના કામે વધારાના કામ અંગે  રૂ।. ૫ લાખ, સિવિલ શાખા ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) માં સ્ટ્રેંધનિગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજ વર્કસના કામે વધારાના કામ અંગે રૂ।. પ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૯) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામે વધારાના કામ અંગેનો ખર્ચ રૂ।. ૫ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૭) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે ખર્ચ રૂ।. ૫૦ લાખ, આઉટ ગ્રોથ એરીયાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૧, લાલવાડી વિસ્તાર શીતલવન સોસાયટીની આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામ અંગે રૂ।. ૭૪.૯૭ લાખ, જામનગર શહેરના અલગ-અલગ રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગના કામ અંગે રૂ।. ૬૪૮.૯૭ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક માં આવેલ ફુડઝોન શોપ નં. ૧, પાંચ  વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાની દરખાસ્ત મંજૂર કરીને કરવામાં આવી છે જેનાથી પ્રતિ વર્ષ રૂ ૨.૩૫  લાખની આવક થશે.

સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલ ફુડઝોન શોપ નં.-૨, પાંચ વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવતા પ્રતિ વર્ષ  રૂ।. ૨.૪૫ લાખની આવક થશે.

 સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલ ફુડઝોન શોપ નં.૩, પાંચ વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાની દરખાસ્ત તેમજ ફુડઝોન શોપ નં. ૪, પાંચ  વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાના કામની દરખાસ્ત રી-ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલ ફુડઝોન શોપ નં. ૬, પાંચ વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવતા રૂ।. ૧.૩૨ લાખ પ્રતિવર્ષ આવક થશે. રેસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલીડેશન એન્ડ રી-પ્રોડકશન ઓફ ભુજીયો કોઠો (ફેઈઝ-૨) (હેરીટેજ ચેઈન) ના કામે  રૂ।. ૩૫૩.૦૬ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

સિકયોરીટી ગાર્ડ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ અધર સ્ટાફ ઓફ રણમલ લેઈક તથા ખંભાળીયા ગેઈટ ફોર ધ પીરીયડ ઓફ ૩(થી) યર્સના કામે વધારાના સમયગાળા અંગે રૂ।. ૩૭.૩૪ લાખ, જામનગર મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં નવું જનરલ બોર્ડ બનાવવાના વધારાના કામ અંગે રૂ।. ૧૬.૫૬ લાખ,

*પી.એમ. ઈ-બસ* સેવા અંતર્ગત ઈ-બસ ડેપો, ઈ-બસ ચાજીંર્ગ સ્ટેશન, ઈલેકટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગ (ફેઈઝ-૧)ના કામ માટે રૂ।. ૨૮૪.૧૯ લાખ અને જામનગર શહેર માં ઓશવાળ સેન્ટર, પાઈલોટ બંગલાથી ખોડીયાર કોલોની થઈ દિગ્જામ સર્કલ સુધી હયાત ફોર ટ્રેક રોડને આસ્ફાલ્ટ સિકસ લેન વાઈડનીંગ કરવાના કામ અંગે  રૂ।. ૧૫૦૨.૪૭ લાખના ખર્ચને મંજૂર કરવામાં આવ્યો હતો.

આમ આજની બેઠકમાં કૂલ રૂ. ૩૪ કરોડ ૩૨ લાખના ખર્ચની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh