Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાયવાથી લૈયારા વચ્ચે સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧૯ : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાયવા ગામથી લૈયારા વચ્ચે શુક્રવારે સાંજે એક મોટર આગળ જતા ટેન્કરના ઠાઠામાં ઘૂસી હતી. આ અકસ્માતમાં મોટરચાલક ધ્રોલના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટેન્કરના ચાલકે મૃતક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલથી આગળના જાયવા ગામથી લૈયારા ગામ વચ્ચે ગયા શુક્રવારે સાંજે ચારેક વાગ્યે ધ્રોલના રહેવાસી અરબાઝભાઈ મુસ્તાકભાઈ તાયાણી (ઉ.વ.૨૬) નામના યુવાન પોતાની જીજે-૧૦-ડીઈ ૪૨૮૪ નંબરની ક્ીયા કંપનીની સેલ્ટોઝ મોટર લઈને જતા હતા ત્યારે લૈયારા ગામથી આગળ વન વિભાગની વીડી પાસે આગળ દોડયા જતા જીજે-૩-બીડબલ્યુ ૧૫૧૬ નંબરના ટેન્કરની પાછળ પોતાની મોટર ટકરાવી હતી.
આ અકસ્માતમાં અરબાઝભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ હતું. આ બનાવ અંગે ટેન્કરના ચાલક મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના પુરામોહબ્બત ગામના વતની અતુલ રામમુરત યાદવે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક અરબાઝભાઈ મુસ્તાકભાઈ તાયાણી સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial