Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે કામ કરતા શ્રમિકે પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૮: ધ્રોલમાં પંચવટી સોસાયટીમાં આવેલા એક મંડપ સર્વિસની પેઢીના ગોડાઉનમાં સોમવારે રાત્રે મૂળ ગોધરાના એક યુવાન સૂવા ગયા પછી રાત્રે લઘુશંકા કરવા ઉઠ્યા હતા. આ વેળાએ પગ લપસી જતાં બીજા માળેથી પટકાયેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
ધ્રોલ શહેરમાં આવેલી પંચવટી સોસાયટીમાં આશાપુરા મંડપ સર્વિસ નામની પેઢીમાં કામ કરવા માટે આવીને રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વતની ભારતસિંહ રણછોડભાઈ પટેલીયા (ઉ.વ.૪૫) નામના યુવાન સોમવારે રાત્રે પેઢીમાં કામ પૂર્ણ કર્યા પછી જમવા ગયા હતા અને ત્યાંથી પેઢીના ગોડાઉનમાં બીજા માળે છત પર નિદ્રાધીન થયા હતા.
ત્યારપછી રાત્રે સાડા અગિયારેક વાગ્યે લઘુશંકા કરવા માટે ભારતસિંહ ઉઠ્યા ત્યારે ઉંઘની હાલતમાં તેઓનો પગ લપસતા છત પરથી જમીન પર પટકાઈ પડેલા આ યુવાનને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે ધ્રોલ દવાખાને લઈ જવામાં આવેલા ભારતસિંહનું ગઈકાલે બપોરે મૃત્યુ નિપજ્યું છે. નાયકાભાઈ રૂબશીભાઈ પટેલે પોલીસમાં જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial