Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધંધા-રોજગાર બંધ રાખીને વેપારીઓ જોડાયાઃ
ધ્રોળ તા. ૧૮: મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે ધ્રોળ શહેર શિવભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. હિન્દુ સેનાના ઉપક્રમે આયોજિત ભવ્ય શોભાયાત્રાએ સમગ્ર શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ભક્તિમય આયોજનમાં શહેરના આયોજિત વેપારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતાં.
શોભાયાત્રાનું પસ્થાન તા. ૧પ ના સાંજે ચાર કલાકે ધ્રોળના સુપ્રસિદ્ધ શ્રી તંબોળેશ્વર મહાદેવના મંદિરેથી કરવામાં આવ્યું હતું.
આ યાત્રામાં હિન્દુ સેના દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ અદ્યતન અને સુશોભિત રથ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ડીજેના તાલે ગૂંજતા 'હર હર મહાદેવ'ના નાદ્ અને શિવ- પાર્વતીની મનમોહક વરણાગી સાથે ભક્તો ભક્તિમાં તરબોળ થયા હતાં.
આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગાંધી ચોક, મેઈન બજાર, પડધરી નાકા અને જોડિયા રોડ પરથી પસાર થઈ હતી. માર્ગમાં ગાંધી ચોક, મોચી બજાર તથા જોડિયા નાકે શિવભક્તો માટે લચ્છીના વિતરણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પર્વની વિશેષતા એ રહી કે શહેરના નાના-મોટા વેપારીઓએ સ્વયંભૂ અડધો દિવસ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને આ શોભાયાત્રામાં જોડાઈ શિવભક્તિનો પરિચય આપ્યો હતો. શોભાયાત્રા પરત તંબોળેશ્વર મહાદેવના મંદિરમાં પહોંચતા ત્યાં જોડાયેલા તમામ શિવભક્તો માટે ફરાળની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા હિન્દુ સેનાના કાર્યકરો અને આગેવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial