Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વન સેવા એ જ પ્રભુસેવાઃ સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ કેબીનેટ મંત્રી, ધારાસભ્ય, અગ્રણીઓની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૫: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ધારાસભ્ય બન્યા પછી પોતાના અગાઉના ત્રણેય જન્મ દિવસ ની ઉજવણી વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરીને જ કરવામાં આવી હતી, તે પરંપરા આ વખતે ૧૪મી જાન્યુઆરીએ જન્મદિવસે અવિરત ચાલુ રાખવામાં આવી હતી, વિવિધ પાંચ સેવા પ્રકલ્પોની સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, મેયર, ડેપ્યુટી મેયર, પૂર્વ સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા,
શરૂઆતમાં ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, જિલ્લા ભાજપ પૂર્વપ્રમુખ રમેશ મુંગરા, પટેલ સમાજના પ્રમુખ મનસુખ રાબડીયા, ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારીએ પ્રવચન કર્યા હતાં. તેઓની ઉપસ્થિતિમાં વધુ ૬૧ બાકી રહેલા કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, બહેનોમાં બ્રેષ્ટ કેન્સર ની જાગૃતિ માટે મેમોગ્રાફી-સ્ક્રીનીંગ સહિતના સેવા પ્રકલ્પને વધુ આગળ ધપાવાયો હતો, ઉપરાંત અતિ મહત્વના પ્રોગ્રામ કેચ ધ રેઇન અંતર્ગત જામનગરના ૩,૦૦૦ જેટલા એકમોમાં તેની અમલવારી કરવાનો નિર્ધાર કરાયો હતો, પ્લાસ્ટિક મુક્ત અભિયાનના અનુસંધાને કપડાંની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરના ઉત્સાહી રક્તદાતાઓની મદદથી ૫૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ની બ્લડ બેન્કમાં દર્દીઓના ઉપયોગ માટે જમા કરાવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા,હાપા યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા ,જામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા મેરામણભાઇ ભાટુ, જિલ્લા ભાજપના મહામંત્રી અભિષેક પટવા, નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, વાઇસ ચેરમેન દિનેશભાઈ આલ, ગોવા શિપ યાર્ડ ના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પવન હંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, જામનગર શહેર જિલ્લાના પૂર્વ ધારાસભ્યો, નગરના પૂર્વ મેયરો, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખો, ડિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર જમનભાઈ ભંડેરી, ફેસ ૨ ના પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ખોડલધામના નાથાભાઈ મૂંગરા અને મયુરભાઈ મુંગરા, ખોડલધામ સમિતિના અન્ય આગેવાનો,સતવારા સમાજના આગેવાનો, લુહાર સમાજના આગેવાનો, વિશ્વકર્મા બાગના સૌ હોદેદારો, રણજીત નગર વેપારી મહામંડળના હોદ્દેદારો, શહેર ભાજપ સંગઠન ના હોદેદારો, અલગ અલગ વોર્ડ ના કોર્પોરેટરો, શહેર ભાજપના તમામ વોર્ડ પ્રમુખો તથા કાર્યકર્તાઓ, તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ સમાજના અન્ય શ્રેષ્ઠીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
સર્વપ્રથમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો, અને લોકો પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ છોડીને તે સિવાય કપડાં સહિતની અન્ય બેગનો ઉપયોગ કરે, તે માટે વિશેષ પ્રકારની બેગ ધારાસભ્ય દ્વારા તૈયાર કરાઈ હતી, અને તેનું વિતરણ શરૂ કરાયું હતું. આ ઉપરાંત ૭૯- વિધાનસભા વિસ્તાર માં આવેલી જુદી જુદી આંગણવાડીના નવા આવેલા ૬૧ કુપોષિત બાળકોને પણ દત્તક લેવાયા હતા, અને તમામ બાળકોને સુપોષિત કરવાની ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી, અને તેઓને જરૂરી આરોગ્યલક્ષી સુપોષણ કીટનું વિતરણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial