Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં જ્ઞાતિજનોની ઉ૫સ્થિતિમાં છાત્રાઓને સન્માનપત્ર, શિલ્ડ, ઈનામ વિતરણઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં બ્રહ્મક્ષત્રિય (ખત્રી) જ્ઞાતિ પંચ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું ગત તા. ૪-૧-૨૦૨૬ ના ખંભાળીયા નાકા બહાર આવેલી જ્ઞાતિની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું, આ સરસ્વતી સન્માન સમારોહ જ્ઞાતિના ઉપપ્રમુખ કિરીટભાઇ વલેરા, મંત્રી ભૂપતભાઇ પડીયા, સહમંત્રી રણજીત ભુત સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ-૧ (ગુજરાતી-અંગ્રેજી) મીડીયમથી લઇને ધો. ૧૨, તેમજ કોલેજ કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ જાહેર કરી સન્માનપત્ર, શીલ્ડ અને ઇનામોનું વિતરણ કરાયું હતું. ધોરણ-૧ (ગુજરાતી માધ્યમ) અને બે અને ધોરણ-૧ (અંગ્રેજી માધ્યમ) માં ૧૧ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.
આ સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ-૧ થી ૪ માં સૌથી વધારે ટકાવારી મેળવનાર મૈત્રી હાર્દિકભાઇ છાટબાર, ધોરણ-૫ થી ૮ માં સૌથી વધારે ટકાવારી મેળવનાર પ્રાચી હરીશભાઇ આશરા અને ધોરણ-૯ થી ૧૨ માં સૌથી વધારે ટકાવારી મેળવનાર ધ્યેય વિપુલભાઇ કપુરને વિશેષ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત સન્માન સમારોહમાં એમ.એસ.સી (ન્યુટ્રીશ્યન એન્ડ ડાયેટીસ), સીએ ફાઇનલ માટે ત્રણ, એમએસસી (ડીઝીટલ ફોરેન્સીક એન્ડ ઇન્ફોર્મેશન સિક્યુરીટી), એમસીએ, એમબીએમાં બે, એમ. કોમના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત એક્સ્ટ્રા ઓર્ડીનરી અચીવમેન્ટસમાં સાઇડ હેન્ડબોલ, સબ ફાયર ઓફિસર કોર્સ, ગોલ્ડ મેડલ ઇન એમબીએ-આઇઆઇએમ, એજ્યુકેશનલ ઇવેન્શન, બેસ્ટ સ્કલ્પચર આર્ટીસ્ટ એવોર્ડ તેમજ રમતગમત માટે ઓપન ગુજરાત સ્કેટીંગ કોમ્પીટીશન, કરાટે, સોફ્ટ બોલ થ્રો, ખો-ખો, ૫૦ મીટર બટરફ્લાય સ્વીમીંગ, ૧૦ મીટર ફ્રી સ્ટાઇલ, કાટા (કરાટે), ફુટબોલ, ટેબલ ટેનીસ, ક્રિકેટ ટુર્નામેન્ટ, ૮૦ મીટર દોડ અને લોંગ જમ્પની સ્પર્ધાના વિવિધ વિજેતાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરાયા હતા.
આ સન્માન સમારોહમાં કોલેજ કેટેગરીમાં અલગ-અલગ પ્રથમ, દ્વિતીય, તૃતીય આવેલ વિદ્યાર્થીઓ તેમજ બી.એડ્., એમ.કોમ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) પ્રથમ-દ્વિતીય વર્ષ, એમ ફાર્મ, એમસીએ-એમબીએ (પ્રથમ-દ્વિતીય વર્ષ), સીએ ફાઉન્ડેશન, સીએ ઇન્ટરમીડીયેટ, સીએ ફાયનલ પાસ, કોલેજ લેવલમાં હાઇએટ્સ વિદ્યાર્થીઓને વિશેષ પુરસ્કાર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સર્ટીફીકેશન ઇન ક્લાઉડ કોમ્પ્યુટરીંગ, ડ્રોઇંગ એક્ઝામીનેશન, કથ્થક-ભરત નાટ્યમ નૃત્ય, જુનિયર સાયન્ટીસ્ટ કોમ્પીટીશનના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું.
જામનગરમાં બ્રહ્મક્ષત્રિય (ખત્રી) જ્ઞાતિ પંચ દ્વારા યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં જ્ઞાતિશ્રેષ્ઠીઓ, ધ્રોલના ભાજપના અગ્રણી અને જ્ઞાતિજન ચંદ્રકાન્તભાઇ બોસમીયા, ઇન્દુબેન બોસમીયા, મિતેષભાઇ મામતોરા, પ્રો. ડો. વિપુલભાઇ કપુર, કુ. આરતી દુબલ, ધર્મેશ છાટબાર, સચીન વલેરા સહિતના દાતાઓનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો.
આ સન્માન સમારોહને સફળ બનાવવા જામનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની એજ્યુકેશન કમિટીના ચેરમેન સચીન હરગણ અને ડો. ભાવિન દુબલના માર્ગદર્શન હેઠળ કમિટીના સભ્યો અક્ષય ભૂત, જીજ્ઞેશ ભુત, ચંદ્રેશ પડીયા, અલ્પેશ પડીયા, સ્નેહલ વલેરા અને કોમલ છાટબાર સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સન્માન સમારોહના સમાપનના અંતે જ્ઞાતિજનો માટે અલ્પાહાર રાખવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial