Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા

મેઘાલયમાં તોફાની પવન સાથે કરા પડ્યાઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાવૃષ્ટિ થઈ છે.

ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં છેલ્લા ર૪ કલાકમાં હળવો વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. દેશની રાજધાની દિલ્હીમાં સવારે હળવો વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગાના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ પશ્ચિમ હિમાલય તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે મધ્ય પાકિસ્તાન, પંજાબ અને હરિયાણામાં વાવાઝોડાની શક્યતા છે. આ જ કારણોસર દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો.

ઉત્તરપ્રદેશના પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. લખનૌમાં ૧૬ માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. રાજસ્થાનમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષા થઈ, તો મેઘાલયમાં કરા પડ્યા. કાશ્મીરના ગુલમર્ગ ટુરિસ્ટ રિસોર્ટમાં પણ બરફવર્ષા થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh