Advertisement
Author: નોબત સમાચાર

વડોદરા એક્સપ્રેસ પર ટ્રકના ઠાઠામાં મોટર ઘૂસી જતાં મૂળ ખંભાળિયાના યુવાનનું મૃત્યુ

ભાણેજ સાથે ગોવા જઈ રહ્યા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: રાજકોટની એક થાર મોટર શનિવારે સવારે વડોદરા એક્સપ્રેસ પરથી પસાર થતી હતી ત્યારે આગળ જતા ટ્રકને ઓવરટેક કરવામાં આ મોટર ઠાઠામાં ટકરાઈ પડી હતી. એક યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું છે અને એકને ઈજા થઈ છે. મૃતક મૂળ ખંભાળિયાના વતની અને રાજકોટમાં રહેતા હતા. તેઓ પોતાના જામનગરમાં રહેતા ભાણેજ સાથે ગોવા જવા નીકળ્યા હતા.

જામખંભાળિયાના વતની અને હાલમાં રાજકોટમાં વસવાટ કરતા રૂપેશભાઈ હેમતલાલ દત્તાણી અને જામનગરમાં રહેતા તેમના ભાણેજ હીરેનભાઈ જગદીશભાઈ દાવડા શનિવારે સવારે જીજે-૩-એમબી ૯૮૨૯ નંબરની થાર મોટરમાં રાજકોટથી ગોવા જવા માટે નીકળ્યા હતા.

તેઓની મોટર જ્યારે સવારે સાતેક વાગ્યે વડોદરા એક્સપ્રેસ રોડ પર દોરી જતી હતી ત્યારે માતર ટોલનાકા નજીક આગળ જતા ટીએ-પર-એમ-૧૦૫૯ નંબરના ટ્રકને ઓવરટેક કરવા જતા આ મોટર ટ્રકના ઠાઠામાં ટકરાઈ પડી હતી.

આ અકસ્માતમાં આગળની સીટ પર બેસેલા રૂપેશભાઈ દત્તાણી (ઉ.વ.પ૧)નું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મોટર ચલાવી રહેલા હીરેનભાઈ દાવડાને ઈજા થઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી. ઉપરોક્ત અહેવાલ જામનગર, રાજકોટ તથા ખંભાળિયા પહોંચતા અરેરાટી પ્રસરી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh