Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સપ્લાયરનું નામ આપવા ઉપરાંત નોટ આપી જનાર બેના વર્ણન મેળવાયાઃ
જામનગર તા. ૧૬: જામનગરના પડાણા પાટીયાથી ચંગા પાટીયા તરફના પી.એન. માર્ગ પર ખાનગી કંપનીના કાનાલુસ નજીકના ગેઈટ પાસે પાર્કિંગમાં રાખવામાં આવેલા એક ટ્રકમાં આવેલા તેના ડ્રાઈવર તથા ક્લિનરની રૂ।.પ૦૦ના દરની નકલી ૧૦૦ નોટ સાથે મેઘપર પોલીસે અટકાયત કરી છે. આ શખ્સોએ રાજસ્થાનના એક શખ્સના કહેવાથી નકલી નોટો રાજકોટ નજીક બે શખ્સ આપી ગયાની કબૂલાત આપી આ શખ્સોના મોબાઈલ નંબર અને સાથે આવેલા શખ્સનું વર્ણન આપ્યા છે. પાંચેય સામે ગુન્હો નોંધાયો છે. રિમાન્ડની તજવીજ કરાઈ રહી છે. લાંબા સમય પછી જામનગર જિલ્લામાંથી નકલી નોટ ઝડપાઈ જવા પામી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા પડાણા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમિયાન ચંગા ગામના પાટિયા તરફ જવાના રસ્તા પર આવેલા કાનાલુસ ગામ પાસે ખાનગી કંપનીના ગેટ નજીક પાર્કિંગમાં આવેલા એક ટ્રકમાં બે શખ્સ પાસે રૂ।.૫૦૦ના દરની ચલણી નકલી નોટો હોવાની બાતમી મળી હતી.
તે બાતમીથી પીઆઈ પી.ટી. જયસ્વાલને વાકેફ કરાયા પછી તેમની સૂચનાથી પોલીસ ટીમ ખાનગી કંપનીના રોમિયો ગેઈટ પાસે પાર્કિંગમાં ત્રાટકી હતી. તે સ્થળે રાખવામાં આવેલા એક ટ્રકમાંથી મૂળ રાજસ્થાનના બિયાવર જિલ્લાના બાર તાલુકાનો હમીદ પપ્પુ નુરા કઠાત તથા અરમાન ફજલૂરહેમાન અબ્દુલકુરેશી નામના બે શખ્સ મળી આવ્યા હતા. તેની તલાસી લેવામાં આવતા તેઓની પાસેથી રૂપિયા ૫૦૦ના દરની ૧૦૦ નંગ નકલી ચલણી નોટો મળી આવી હતી.
નકલી નોટો કબજે કરી પોલીસે બંને શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા રાજસ્થાનના બિયાવર જિલ્લાના બાર તાલુકાના સલીમ કઠાત નામના શખ્સના કહેવાથી બે મોબાઈલ નંબરના ધારક ઉપરોક્ત ચલણી નકલી નોટ આપી ગયાનું કબૂલાયું છે. જમાદાર એ.એચ. નોયડાએ ખુદ ફરિયાદી બની પાંચેય શખ્સ સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. લાંબા સમય પછી જામનગર જિલ્લામાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ જવાનો કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial