Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે સર્વરોગ નિદાન કેમ્પ

મંજુલાબેન હરિદાસ લાલના જન્મદિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર તા.૧૪ : જામનગરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં અવિરત કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે લાલ પરિવારના વંદનિય વડીલ મંજુલાબેન હરિદાસ લાલના જન્મદિવસ નિમિત્તે આરોગ્યલક્ષી સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

લાલ પરિવારના અશોકભાઈ લાલ તથા જીતેન્દ્રભાઈ લાલ (જીતુભાઈ લાલ) ના માર્ગદર્શન હેઠળ તા.૧૭-૦૨-૨૦૨૬ ને મંગળવારે સાંજે ૫-૦૦ થી રાત્રે ૮-૦૦ વાગ્યા સુધી શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટનું ગ્રાઉન્ડ, ત્રણબત્તી ચોક, ઝુલેલાલ મંદિરની સામે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબો સેવા આપશે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવશે. જામનગરની જનતાને આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટી જીતુભાઈ લાલે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh