Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ોતાની પાઘડી ઉતારીને તેનાથી જ આત્મહત્યા કરી
અમદાવાદ તા. ૧૭ઃ સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના બની છે. બાથરરૃમમાં કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
અમદાવાદમાં સાબરમતીમાં આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોેંકાવનારી ઘટના સામે આવી છે. અહીીં આજે વહેલી સવારે એક કેદીએ જેની લગભગ ૯ દિવસ અગાઉ જ ધરપકડ કરીને અહીં લાવવામાં આવ્યો હતો. તેણે જેલના બાથરૃમમાં જઈને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે ૮-જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં ૯ દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારૃં પગલું ભરતા જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાનસિંહ તરીકે થઈ છે. તેની વય ૩૧ વર્ષની હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુન્હામાં ઝડપાયેલા નિશાનસિંહે પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળેફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial