Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીએસઈ અને એનએસઈનો પરિપત્રઃ
મુંબઈ તા. ૧૭ઃ ફેબ્રુઆરીએ રવિવાર છતાં શેરજારમાં ટ્રેડિંગ થશે. આ માટે બીએસઈ અને એનએસઈ એક એક પરિપત્ર બહાર પાડ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી રવિવારના કેન્દ્રિય બજેટ જૂ કરશે, જેથી જાહેર રજા હોવા છતાં શેરબજાર ધમધમશે.
રવિવાર, ૧ ફેબ્રુઆરીના સાપ્તાહિક રજા હોવા છતાં ભારતીય શેરબજારમાં વેપાર થશે. બીએસઈ અને એનએસઈએ ૧ ફેબ્રુઆરીના ઈક્વિટી બજારો ટ્રેડિંગ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે કેન્દ્રિય બજેટ રજૂ કરશે.
બીએસઈ અને એનએસઈ બન્નેને અલગ પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી કે, તેઓ બજેટ દિવસે લાઈવ ટ્રેડિંગ સત્રો યોજશે. ટ્રેડિંગનો સમય એ જ રહેશે. આનો અર્થ એ છે કે પ્રિ-ઓપન માર્કેટ સવારે ૯-૦૮ સુધી ખુલ્લુ રહેશે, જ્યારે સામાન્ય ટ્રેડિંગ સવારે ૯-૧પ થી બપોરે ૩-૩૦ વાગ્યા સુધી ચાલશે.
ભારતીય શેરબજારમાં શનિવારે અને રવિવારે સાપ્તાહિક રજાઓ હોય છે, જો કે ખાસ સંજોગોમાં શેરબજારનું ટ્રેડિંગ શનિવાર અથવા રવિવારે થાય છે. તાજેતરના સમયમાં આ પહેલીવાર હશે કે રવિવારે દલાલ સ્ટ્રીટ પર ટ્રેડિંગ થશે. વર્ષ ર૦૦૦ પછી આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રિય બજેટ રવિવારે સંસદમાં રજૂ કરવામાં આવશે. અગાઉ ર૦રપ માં નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કર્યું હતું.
બીએમસી ચૂંટણીઓને કારણે ૧પ-જાન્ય.એ કોઈ ટ્રેડિંગ નહોતું થયું. હવે, બજારો ર૬-જાન્યુ., પ્રજાસત્તાક દિવસ, ૩ માર્ચે હોળી અને ર૬ માર્ચે રામ નવમીના બંધ રહેશે. આ ઉપરાંત ૩૧ માર્ચે મહાવીર જયંતી, ૩ એપ્રિલે ગુડ ફ્રાઈડે, ૧૪ એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીને કારણે બજારમાં કોઈ વેપાર થશે નહીં. ૧ મે ના મહારાષ્ટ્ર દિવસ, ર૮ મે ના બકરી ઈદ, ર૬ જૂને મોહરમ, ૧૪ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી, તા. ર ઓક્ટોબરના ગાંધી જયંતી, ર૦ ઓક્ટોબરે દશેરાને કારણે બજારો બંધ રહેશે. ૧૦ નવેમ્બરે દિવાળી-બલિપ્રતિપદા, ર૪ નવેમ્બરે પ્રકાશ ગુરુપર્વ અને રપ ડિસેમ્બરે નાતાલને કારણે બજારમાં કોઈ વેપાર થશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial