Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધના કારણે સપ્લાઈ ચેઈન ખોરવાઈ જતા
નવી દિલ્હી તા. ૧૧: યુદ્ધના કારણે સપ્લાઈ ચેઈન ખોરવાઈ જતા દવા કંપનીઓ દ્વારા આયાત કરાતો કાચો માલ અટવાઈ પડતા દેશમાં દવાઓ મોંઘી થઈ રહી છે, તો કેટલીક દવાઓની અછત પણ સર્જાઈ શકે છે.
પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે સીધી ભારતીયોના ખિસ્સા પર પડવાની તૈયારીમાં છે. અમેરિકી અને ઈઝરાયલી હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જેની ગંભીર અસર ભારતના દવા ઉદ્યોગ પર જોવા મળી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, દવા બનાવવા માટે વપરાતા કાચા માલની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે. ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દવા બનાવવા માટે અનિવાર્ય એવા 'કી સ્ટાર્ટિંગ મટિરિયલ' (કેએસએમ) અને 'એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ' (એપીઆઈ)ના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં ૫% થી લઈને ૧૦૦% સુધીનો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક અસ્થિરતા અને ડોલરના ભાવમાં વધઘટને કારણે આયાત કરવી મોંઘી બની રહી છે.
ફાર્મા ઉદ્યોગમાં કાચા માલનો વેપાર ડોલરમાં થાય છે. યુદ્ધની સ્થિતિમાં ડોલર મજબૂત થતા આયાત પાછળનો ખર્ચ વધી ગયો છે. આટલું ઓછું હોય તેમ મુખ્ય દરિયાઈ રસ્તાઓ યુદ્ધને કારણે બંધ અથવા જોખમી બન્યા છે. જહાજો અને કન્ટેનરો સમયસર બંદરો પર પહોંચી રહૃાા નથી, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે.
ભારત તેની જરૂરિયાતનું ૬૫ થી ૭૦ ટકા એપીઆઈ અને ઇન્ટરમીડિએટ્સ ચીનથી મંગાવે છે, પરંતુ વૈશ્વિક પરિવહન ઠપ્પ થતા આ સપ્લાય ખોરવાયો છે. ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો બજારમાં જીવનરક્ષક દવાઓની અછત સર્જાઈ શકે છે. હાલમાં નાના વેપારીઓ અને સપ્લાયરો પાસે સ્ટોક હોવા છતાં તેઓ યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી કિંમતો વધારી રહૃાા છે. અનેક ટ્રેડરોએ નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે.
જો સ્થિતિ જલદી કાબૂમાં નહીં આવે, તો સામાન્ય માણસ માટે તાવ, શરદીથી લઈને ગંભીર બીમારીઓની દવાઓ ખરીદવી મોંઘી સાબિત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial