Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન દ્વારકાધીશને કરેલી પ્રાર્થના ફળીભૂત થતા
જામાનગર તા. ૨૩: પ્રાર્થના ફળીભૂત થતા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે બોટાદથી ૩૬૦ કિ.મી. દૂર આવેલા દ્વારકા સુધી આંખે પાટા બાંધી પગપાળા જતા યુવકનું જામનગરમાં આગમન થયું હતું. ત્યાર બાદ આ યુવકે તેમની પત્નીના સહારે રવિવારે સવારે દ્વારકા તરફ પ્રયાણ કર્યું હતું.
બોટાદમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ પડેલીયાની આર્થિક સ્થિતિ નબળી હતી. આથી, આ સમસ્યાને હલ કરવા માટે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવાની માનતા રાખી હતી. ત્યાર પછી સંજયભાઈની પ્રાર્થના ફળીભૂત થઈ હતી. આથી માનતા પૂર્ણ કરવા માટે આંખે પાટા બાંધીને પત્નીના સહારે પગપાળા દ્વારકા પહોંચવા માટે સંજયભાઈ બોટાદથી નીકળ્યા હતા. આઠ દિવસની કઠોર પદયાત્રા કરીને તેઓ જામનગર પહોંચ્યા હતા. ત્યાર પછી રવિવારે તેઓ જામનગરથી દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું હતું. દ્વારકા પહોંચીને તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને માનતા પૂર્ણ કરશે. ઉલ્લેખનિય છે કે, બોટાદથી દ્વારકાનું અંતર ૩૬૦ કિ.મી. છે. સંજયભાઈનું લક્ષ્ય આગામી ત્રણ થી ચાર દિવસમાં દ્વારકા પહોંચી જવાનું છે.
ત્રાંબા ગામના મનસુખ ભાઈ વ્યાસ (ઉ.વ.૮૭) પણ દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે. તેઓ છેલ્લા ૧૧ વર્ષથી હાથમાં ધજા અને તુલસીનું કુંડુ લઈને દ્વારકાધીશ ભગવાનના દર્શન માટે આવે છે. તેમજ એક યુવાન શરીરે લોખંડની ૧૫ કિલો વજન ધરાવતી સાંકળ સાથે દ્વારકાધીશના દર્શન માટે પહોંચે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial