Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસની મદદ જ નહીં, વિકલ્પ તરીકે પણ
જામનગર તા. ૨૪: ગુજરાત રાજ્યમાં લગભગ ૪૦ હજાર જેટલા હોમગાર્ડઝ કાર્યરત છે. પોલીસ સાથે ખભે ખભા મિલાવી હોમગાર્ડઝ જવાનો ફરજ બજાવે છે. રાજયમાં હાલમાં પોલીસની મોટી ઘટ છે ત્યારે હોમગાર્ડઝ જવાનો રાત-દિવસ ફરજ પર હાજર હોય છે.
આ ફરજ માટે હોમગાર્ડઝ જવાનોને રૂ।. ૪૫૪નું દૈનિક માનદ્ ભથ્થું ચૂકવવામાં આવે છે. હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા મોટા ભાગના જવાનો મધ્યમ વર્ગથી નીચેના વર્ગના યુવાનો જોવા મળે છે.
આ યુવાનો દિવસે મજૂરી કામ, નાના નાના રોજગાર કે નોકરી કરતા હોય છે. હોમગાર્ડઝની સેવા દેશભરમાં કાર્યરત છે. દેશના અન્ય રાજ્યોમાં હોમગાર્ડઝ જવાનોનું માનદ્ ભથ્થું રૂ।. ૯૦૦ આસપાસ છે.
ગુજરાત રાજ્યમાં આ ભથ્થું રૂ।. ૪૫૪ છે. આ ભથ્થું અન્ય રાજ્યોની સરખામણી એ ઘણું ઓછું કહેવાય. જામનગર હોમગાર્ડઝના પૂર્વ સ્ટાફ ઓફિસર હેમત ગોહિલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રાજ્યના હોમગાર્ડઝ જવાનોના ભથ્થામાં વધારો કરવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial