Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાતા જાહેરનામું:
જામનગર તા. ૨૪: જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો બે કિલોમીટરનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો હોવાનું જાહેરનામું જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર તરફથી મળેલ દરખાસ્ત અન્વયે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝિટીવ કેસ નોંધાયેલ હોવાથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ની કલમ ૩ અન્વયે લાખાબાવળ ગામને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, જામનગરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરી નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રિટ દ્વારા એનાયત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial