Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલથી બેન્કોમાં નવી ચેક કિલયરિંગ સિસ્ટમ લાગુ

બેંકમાં ચેક જમા કરાવોને થોડાક કલાકોમાં જ થઈ જશે કિલયર...

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩: રિઝર્વ બેંકની કિલયરીંગની નવી વ્યવસ્થા હેઠળ સીટીએસને કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશન નવી સિસ્ટમ બે તબકકે લાગુ કરાશે. પ્રથમ ચરણ કાલથી અને બીજો તબકકો ૩ જાન્યુઆરીથી શરૂ થશે.

આવતીકાલથી બેંકમાં જમા કરાવ્યાના કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. આરબીઆઈએ ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ) થી સતત ક્લિયરિંગ અને વસૂલાત પર સમાધાનમાં સંક્રમણની જાહેરાત કરી. આનાથી બેંકોમાં ચેક ક્લિયર થવામાં લાગતો સમય બે દિવસથી ઘટીને માત્ર થોડા કલાકો થઈ જશે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કો ૪ ઓક્ટોબર, ૨૦૨૫ અને ૩ જાન્યુઆરી, ૨૦૨૬ વચ્ચે લાગુ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો ૩ જાન્યુઆરી પછી લાગુ કરવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંક ના નવા નિયમો મુજબ બેંકો હવે ચેક ક્લિયરિંગ માટે બેચ સિસ્ટમને  બદલે સતત કિક્લયરિંગ પદ્ધતિ અપનાવવા જઈ રહી છે. આ નિર્ણય ૪ આક્ટોબર ૨૦૨૫થી અમલમાં આવશે અને તબક્કાવાર રીતે જાન્યુઆરી ૨૦૨૬ સુધી દેશભરમાં લાગુ કરાશે. અત્યારે બે ત્રણ કલાકમાં જમા આવતા ચેક ક્લિયરિંગ માટે સામટા મોકલવામાં આવે છે. હવે ચેક ક્લિયરિંગ માટે આવે એટલે તરત જ મોકલી દેવામાં આવશે.

ચેક ક્લિયરિંગની અત્યારની સિસ્ટમમાં ખાતામાં રકમ જમા દેખાતા એકથી દોઢ દિવસ કે બે દિવસ લાગી જાય છે. તેને બદલે ચોથી ઓક્ટોબરથી અમલમાં આવનારી સિસ્ટમને કારણે જે તે દિવસે જ કે બેન્ક બંધ થાય તે પહેલા જ તમારા ખાતામાં ચેકની રકમ જમા આવી જશે. કારણ કે તમે બેન્કમાં ચેક જમા આપશો કે તરત જ બેન્ક કર્મચારી ચેક સ્કેન કરીને ક્લિયરિંગ માટે મોકલી આપશે. અત્યારે ચાલતી ચેક ટ્રન્કેશન સિસ્ટમ પર જ ચેકની ઈમેજને ક્લિયર કરવા માટે મોકલવાની આવશે. સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી બેન્ક ચેક સ્કેન કરીને ઈમેજ ક્લિયરિંગ હાઉસમાં ક્લિયરિંગ માટે અપલોડ કરી શકશે.

રિઝર્વ બેન્ક દ્વારા દાખલ કરવામાં આવી રહેલી નવી ચેક ક્લિયરિંગની સિસ્ટમને કારણે ખાતેદારને ઝડપથી રકમ મળતી થશે. ચેકક્લિયર થવામાં મોડું થશે નહીં. પરિણામે વ્યક્તિગત નાના વ્યવસાયોને રોકડની અત્યારે પડતી અછત ઓછી થઈ જશે. તેમના નાણાંકીય વહેવારો ઝડપી બની જશે. બેન્ક ખાતેદારોને તરત જ નાણાં મળી જશે. ગ્રાહકોને અંદાજ આવશે કે ક્યારે રકમ તેના ખાતામાં આવી જશે.

જોકે ચેક ઈશ્યૂ કરનાર ખાતામાં પૂરતા બેલેન્સ વિના ખાતામાંથી ચેક ફાડશે તો તેણે ભારે પેનલ્ટીનો સામનો કરવાની નોબત આવી શકે છે.

ચોથી ઓક્ટોબરથી આ નવી સિસ્ટમનો અમલ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં ટેકનિકલ ખામીઓ, સ્ટાફ તાલીમ અને પ્રોસેસ બદલાવને કારણે કેટલાક  અવરોધ આવી શકે છે. ગામડાંની બેન્કો અને દૂર-દૂરના વિસ્તારની મુશ્કેલી વધી શકે છે. તેમની લાદીને તેમની પાસેથી વસૂલ કરી ન ધરાવતા પાસેનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું ન હોય તો તેમને માટે તકલીફ વધી જશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારોમાં સતત ક્લિયરિંગ સુવ્યવસ્થિત રીતે અમલમાં લાવવી મુશ્કેલ બની શકે છે. ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમમાં ત્વરિત ક્લિયરિંગને કારણે બેન્કોએ વધારાનો ખર્ચ કરવો પડશે. આ ખર્ચ બેન્કો ગ્રાહકોને માથે નવી ફી લાદીને તેમની પાસેથી વસૂલ કરી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh