Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાઈરોબીના મહિલા અરજદારની અપીલ મંજૂર કરતી લાલપુર પ્રાંત અધિકારીની કોર્ટઃ
જામનગર તા. ૧૩: જામનગરના લાલપુર પંથકના પડાણા ગામે આવેલ ખેતીની જમીન અંગેની ૧૯૮૨ માં થયેલ વારસાઈ નોંધમાં એક વારસદારનાં નામની નોંધ વિરુદ્ધ કાર્યવાહી કરવા જમીનનાં સ્વર્ગસ્થ માલિકનાં નાઇરોબી વસતા પુત્રીએ વિલંબ માફીની અરજી કરતા તમામ બાબતોને ધ્યાને લઇ લાલપુર પ્રાંત અધિકારીની કોર્ટ દ્વારા વિલંબ માફ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે જામનગરનાં લાલપુર તાલુકામાં પડાણા ગામે આવેલ સ્વ.હેમરાજ પૂંજાભાઇની ખેતીની જમીન અંગેની વારસાઈ નોંધમાં ૧૯૮૨ માં સ્વર્ગસ્થનાં વારસો તરીકે તેમની ત્રણ પુત્રીઓ ગંગાબેન, જીવીબેન, મંછાબેન તથા કાંતિલાલ નામનાં શખ્સનું નામ દાખલ થયેલ હતું. જે પછી નાઇરોબી વસવાટ કરતા મંછાબેન હેમરાજ હરણીયા (વાઇફ ઓફ સુરેશભાઇ પેથડ) દ્વારા પોતાનાં પિતરાઈ ભાઈ કાંતિલાલના નામની નોંધ ગેરકાયદે હોવા અંગે અપીલ કરવા માટે લાલપુર પ્રાંત અધિકારી સમક્ષ વિલંબ માફ કરવાની અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અરજદાર મંછાબેનનાં પિતા સ્વ.હેમરાજ પુંજાભાઇને સંતાનમાં માત્ર પુત્રીઓ જ હતી. તેમજ ૨૫/૫/૧૯૮૨ નાં મંજૂર થયેલ વારસાઈ નોંધ વખતે હાલનાં અરજદાર મહિલા સગીર હતા એ પણ તાર્કીક મુદ્દો છે. ઉપરાંત અરજદારે કાંતિલાલ વેલજીનું બોનાફાઇડ સર્ટીફિકેટ રજૂ કર્યુ છે. કાંતિલાલ હેમરાજ જો ખરેખર હેમરાજ પુંજાનાં સીધી લીટીનાં વારસદાર ન હોય તો ખેડૂત ખાતેદાર તરીકે ખોટી રીતે નોંધાયેલા હોવાનો મુદ્દો પણ ઉદભવે છે.
વિલંબ માફી આપવાથી બીજા પક્ષકારને અન્યાય થતો નથી તથા વિલંબ માફ ન કરવામાં આવે તો અરજદાર વાસ્તવિક ન્યાયથી વંચિત રહે તેવી સંભાવનાઓને ધ્યાને લઇ કોર્ટે વિલંબની લંબાઈ નહી પરંતુ વિલંબ શું છે? તે મહત્ત્વનું છે એ મુદ્દાને ન્યાયસંગત પ્રાધાન્ય આપી ૪૩ વર્ષ ઉપરાંતનો વિલંબ માફ કર્યો છે. આ કેસમાં અરજદાર વિવાદી તરફે જાણીતા એડવોકેટ હેમલ ચોટાઈ તથા એડવોકેટ હિરેન ગુઢકા રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial