Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુર્ઘટના કા ડર હૈ, પહરેદાર કિધર હૈ?
જામનગરનો રણજીતસાગર ડેમ ચોમાસામાં ઓવરફ્લો થાય એટલે રજાઓમાં સહેલાણીઓની પહેલી પસંદ બની જાય છે, પરંતુ ભીડમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને કે સેલ્ફી અને ફોટોગ્રાફીના ચક્કરમાં કોઈ જીવલેણ અકસ્માત ન બને એ માટે તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી લોકો સુરક્ષિત અંતરેથી ડેમના સૌંદર્યનો નજારો માણી શકે. આ વર્ષે પણ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયા પછી તંત્ર દ્વારા એક-બે દિવસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ હવે એ કયાંય દેખાતો ન હોય, એવા દૃશ્યો સામે આવ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં રવિવારની રજામાં ડેમના ધોધની મજા માણતા લોકો નજરે ચડે છે ત્યારે આ તસ્વીર અકસ્માતની સંભાવનાઓને પણ ઉજાગર કરે છે. પરિવાર સાથે રજાઓમાં જળાશયો પર ફરવા જતા લોકોને પણ સાવધાની રાખવા અનુરોધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial