Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીના પિતાનું પોલીસ સમક્ષ નિવેદનઃ
જામજોધપુર તા. ૧૯: જામજોધપુરના સમાણામાં બોગસ મેરેજ સર્ટિફિકેટ બની ગયાની ચર્ચા ઉઠી છે. યુવતીના પિતાએ પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યું છે કે, તલાટી મંત્રીએ આ સર્ટિફિકેટ ગ્રામ પંચાયત કચેરીમાંથી ઈસ્યુ થયું નથી તેમ જણાવ્યું છે ત્યારે આ સર્ટિફિકેટના પ્રકરણમાં પોલીસ તપાસ માટે ઝંપલાવે તો સત્ય બહાર આવશે તેમ જણાઈ રહ્યું છે.
જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બોગસ મેરેજ સર્ટિફિકેટ બની ગયું હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. યુવતીના પિતાએ આ સર્ટિફિકેટ ગ્રામ પંચાયત કચેરીમાંથી ઈસ્યુ નથી થયું તેમ તલાટીએ જણાવ્યું છે તેવું નિવેદન પોલીસ સમક્ષ આપતા આ સર્ટિફિકેટમાં સહી સિક્કા કોણે મારી આપ્યા તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
આ પ્રકરણમાં શેઠવડાળા પોલીસ ઝંપલાવી ઉંડી ઉતરે તો સત્ય બહાર આવી શકે તેમ છે. અરજદાર દ્વારા જેમના મારફતે ગ્રામ પંચાયત કચેરીમાં લગ્ન નોંધવા અરજી કરાવાઈ તેની ઉલટ તપાસ કરવી જોઈએ તેમ ચર્ચાઈ રહ્યું છે તેની સાથે આ પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારી કેમ કોઈ પગલાં ભરતા નથી? તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે. તલાટી કમ મંત્રીને આ પ્રકરણમાંથી બચાવવા માટે પ્રયત્ન થતાં હોય તેમ લાગી રહ્યું છે.
આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ કોણ છે? તેની કાનાફૂસી થઈ રહી છે તેમ છતાં આ પ્રકરણમાં ફરિયાદ કરવામાં આવતી નથી. આવી જ રીતે ખોટા સહી-સિક્કા કરાવી બીજા કૌભાંડ આચરાયા હોવાની શક્યતા જોવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial