Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની ધરપકડઃ આઈડી આપનારનું નામ ખૂલ્યું

રોકડ, મોબાઈલ કબજે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના નાગરપરા વિસ્તાર પાસેથી ગઈકાલે પોલીસે એક શખ્સને આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતો પકડી પાડયો છે. આ શખ્સે આઈડી આપનાર મોરબીના શખ્સનું નામ આપ્યું છે. પોલીસે તેનો મોબાઈલ, રોકડ કબજે લીધા છે.

જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા નાગરપરા પાસે સોની સમાજની વાડી નજીક ગઈકાલે રાત્રે એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી જાહેરમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી ગઈકાલની આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહેલા ડો. શ્યામ હિતેશભાઈ પરમાર ઉર્ફે સ્વીટુભાઈ નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી રોકડ તથા રૂ।.૧૦ હજારની કિંમતનો મોબાઈલ કબજે કરી પૂછપરછ કરતા આ શખ્સે પોતાના સાગરિત મોરબીના હાર્દિક ભરવાડનું નામ આપ્યું છે. આ શખ્સે જુગાર રમવા માટે આઈડી આપી હોવાનું જણાવવામાં આવતા બંને સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh