Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના અંબર ચોકડી વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજ નીચેના
જામનગર તા. ૭: જામનગરમાં ટ્રાફિકથી અતિ વ્યસ્ત એવા અંબર ચોકડી પાસે રેલવેની માલિકીની વિશાળ જગ્યા પરથી દબાણો હટાવવા 'નોબત' સહિતના અખબારો દ્વારા રેલવે, વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગનું સતત ધ્યાન દોર્યા પછી અંતે ત્રિકોણિયાની વિશાળ જગ્યા સાફ થઈ ગઈ છે, અને જુના રેલવે સ્ટેશનનું ખંઢેર જેવું માળખું પણ ડિમોલીશન કરી આખી જગ્યા સમથળ કરી દેવાય છે.
અંબર ચોકડી આ દબાણો દૂર કર્યા પછી પણ ત્યાંના ગણ્યા ગાંઠ્યા માથાભારે દબાણકર્તાઓ શહેરની મધ્યમાં જ પડ્યા પાથર્યા રહેવાની રીતસર દાદાગીરી કરતા રહ્યા છે. ત્રિકોણિયાવાળી જગ્યા ખાલી કરાવ્યા પછી પણ હજી ત્યાં જ ઝુંપડા રાખવા, ખાટલા-ખુરશીઓ રાખીને અડીંગો જમાવી રહ્યા છે, તો બાકીના કેટલાક દબાણકર્તાઓએ અંબર ચોકડી નજીક ફ્લાય ઓવર નીચે ઝુંપડા બાંધી ત્યાં દબાણ કરવાનું ચાલુ કરી દીધું છે.
જામનગર મહાનગર પાલિકા તંત્રએ ફ્લાય ઓવર નીચેના દબાણો બે-ત્રણ વખત હટાવ્યા... છતાં ફરીથી ત્યાં જ આ માથાભારે લોકો માલ-સામાન સાથે ખડકાય જાય છે. મનપા તંત્રએ પોલીસ વિભાગને સાથે રાખીને કાયમ માટે આ દબાણકર્તાઓને દૂર કરી સમગ્ર અંબર ચોકડી વિસ્તારની સફાઈ કરવાની જરૂર છે.
આ દબાણકર્તાઓ શા માટે શહેરની મધ્યમાં જ અડીંગો જમાવવાની દાદાગીરી કરે છે? તો તે માટે જાણવા મળતી વિગતો પ્રમાણે અહીં દેશી દારૂનો વેપાર થાય છે અને તેથી અહીંથી આ લોકો હટવા માગતા નથી!
હવે જ્યારે ફ્લાય ઓવરનું કામ પૂર્ણતાના આરે છે, પીલરો વચ્ચેના ગાળામાં મનપા તંત્ર જે રીતે જાહેરાતો કરેછે તે પ્રમાણે ત્યાં પેઈડ પાર્કિંગ, ગેમ ઝોન, સેવા કેન્દ્ર, ફૂડ ઝોન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે ત્યારે ફ્લાય ઓવરના પીલરો વચ્ચેના તમામ ગાળામાં પેવર બ્લોક પથરાય જાય, ક્યાંય દબાણો ન રહે તે માટે ઝડપથી કડક કાર્યવાહી કરવાની પણ જરૂર છે, અને સાથે સાથે માંડ-માંડ ખાલી થયેલ અને સમથળ થયેલ રેલવેની જમીન પણ સુરક્ષિત રહે, સ્વચ્છ રહે, દબાણ મુક્ત રહે તેવી કાયમી વ્યવસ્થા કરવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial