Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃષભ સહિત બે રાશિના જાતકોને મહત્ત્વના કાર્યોમાં સફળતા જણાય. કાર્યક્ષેત્રે અવરોધો દૂર થતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. જવાબદારીઓ વધતી જણાય. નાણાભીડ દૂર થતા રાહત રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
મહત્ત્વના કાર્યોમાં સફળતા રહે. માર્ગ આડેના અવરોધો દૂર થતા જણાય. મિત્રથી લાભ થાય.
શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૫-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
પ્રવાસ-પર્યટનના યોગ બની શકે. મિલન-મુલાકાતના પ્રસંગો બને. પારિવારિક જવાબદારી વધે.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૨-૯
Cancer (કર્ક: ડ-હ)
સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું સલાહભર્યુ છે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે નવી કાર્યરચના થકી સફળતા મળે.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૭
Leo (સિંહ: મ-ટ)
આવક કરતા જાવબનું પ્રમાણ વધારે રહે. આકસ્મિક ખર્ચની સંભાવના જણાય. યાત્રા-પ્રવાસ થઈ શકે.
શુભ રંગઃ નારંગી - શુભ અંકઃ ૪-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થાય. નવી મુલાકાત ફળદાયી સાબિત થાય. સ્વાસ્થ્ય મધ્યમ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
આપના વિચારો-કલ્પનાના પ્રવાહમાં તણાતા જણાય. ચિંતા-પરેશાનીમાં વધારો થાય. વડીલવર્ગથી લાભ થાય.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૨-૭
Scorpio (વૃશ્ચિક: ન-ય)
વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વની જવાબદારી રહે. કાર્યબોજમાં વધારો થાય. નાણાભીડ દૂર થવા પામે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ક્યારેક ધાર્યા કામમાં વિલંબ પણ થઈ શકે. વ્યસ્તતામાં વધારો થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૩
Capricorn (મકર: ખ-જ)
ઉતાવળથી નિર્ણય લેવા નહીં. મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવી સલાહભરી રહેશે. યાત્રા-પ્રવાસ ટાળવા.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૯-૨
Aquarius (કુંભ: ગ-શ-સ)
ધીરજની કસોટી થતી જણાય. સામા પવને ચાલતા હોય તેવો અનુભવ થાય. આરોગ્યમાં સુધાર જોવા મળે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
પારિવારિક કાર્યોમાં સાનુકૂળતા રહે. સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. ખર્ચ-ખરીદી થઈ શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૯-૧