ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૃ૫ી વેચવાલી...!!

તા. ૨૪-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

ભારતને ભીંસમાં લેવા દરેક પ્રયાસ કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સૌથી વધુ એચ-૧બી વિઝાનો લાભ મેળવતા ભારતીયોની રોજગારી છીનવવા તરફી એકાએક વનટાઈમ એક લાખ ડોલર વીઝા ફી વસૂલવાનો નિર્ણય જાહેર કરતાં દેશના સૌથી વધુ આ વીઝાનો લાભ મેળવતી આઈટી - સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી સેક્ટરને ફટકો પડવાના સંકેતે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૃઆત ઘટાડા સાથે થઇ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૭%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૫% અને નેસ્ડેક ૦.૯૫% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૩૨ અને વધનારની સંખ્યા ૧૨૩૩ રહી હતી, ૨૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર સર્વિસ અને એફએમસીજી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે ઓક્ટોબર ગોલ્ડ રૃા.૧,૧૩,૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૧,૧૩,૫૪૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૧,૧૩,૨૫૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૬૧ પોઈન્ટના ઘટાડા સાથે રૃા.૧,૧૩,૪૭૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે ડીસેમ્બર સિલ્વર રૃા.૧,૩૪,૬૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૧,૩૪,૭૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૧,૩૪,૨૫૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૯૩ પોઈન્ટના ઘટાડા સાથે રૃા.૧,૩૪,૭૬૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

હેવેલ્સ ઇન્ડિયા (૧૫૪૩) ઃ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા.૧૫૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા.૧૫૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા.૧૫૫૭ થી રૃા.૧૫૬૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૃા.૧૫૭૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

અદાણી એનર્જી (૯૦૨) ઃ એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૃા.૮૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૃા.૮૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૃા.૯૧૬ થી રૃા.૯૨૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

સ્ટેટ બેન્ક (૮૭૦) ઃ રૃા.૮૬૩ નો પ્રથમ તેમજ રૃા.૮૫૦ બીજા સપોર્ટથી પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા.૮૮૪ થી રૃા.૮૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

એસબીઆઈ કાર્ડ્સ (૮૭૦) ઃ નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૃા.૮૮૨ થી રૃા.૮૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૃા.૮૫૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજાર માટે એચ૧બી વિઝા ફી વધારાની અસર મિશ્ર જોવા મળી શકે છે. ખાસ કરીને આઈટી સેવા ક્ષેત્રને ધ્યાનમાં રાખીએ તો, એચ૧બી વિઝા ફીમાં થયેલા વધારા કારણે ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ અને વિપ્રો જેવી મોટી કંપનીઓના ઓપરેશનલ ખર્ચમાં વધારો થશે. સાથે જ અમેરિકાથી આવતા રેમિટેન્સમાં ઘટાડો અને રૃપિયામાં દબાણથી વિદેશી સંસ્થાગત રોકાણકારોની ભાવના પર અસર પડી શકે છે, જેના પરિણામે બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. હાલ રૃપિયો એશિયાના અન્ય ચલણોની સરખામણીએ નબળો પડતો જાય છે, જેનાથી આયાત આધારિત ક્ષેત્રો પર વધુ અસર થઈ શકે છે અને સમગ્ર બજાર પર નકારાત્મક અસર જોવા મળી શકે છે.

પરંતુ ટૂંકાગાળે જોવામાં આવે તો આ જ પરિસ્થિતિ ભારતીય આઈટી સેવા કંપનીઓ માટે નવી તક પણ ઉભી કરી શકે છે. અમેરિકાની કંપનીઓ પોતાના ખર્ચ ઘટાડવા ભારત જેવા દેશોમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું વિસ્તરણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. માઈક્રોસોફ્ટ, મોર્ગન સ્ટેન્લી અને ગુગલ જેવી કંપનીઓ પહેલાથી જ ભારતમાં મોટા કેન્દ્રો ચલાવે છે અને આવનારા સમયમાં આ પ્રવાહ વધુ ઝડપથી વધી શકે છે. પરિણામે, ભારતીય ટેક્નોલોજી તથા સેવા ક્ષેત્ર માટે રોજગારની નવી તકો ઊભી થશે અને આવકના સ્ત્રોતો મજબૂત બનશે. આથી, ટૂંકાગાળે બજારમાં નકારાત્મક દબાણ હોવા છતાં ભારતીય શેરબજાર માટે વૃદ્ધિના નવા માર્ગ ખુલતા જોવા મળી શકે છે.

close
Ank Bandh