Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્ઝિબ્યુટર્સના પ્રતિભાવો
જામનગર તા. ૧૬: વાઈબ્રન્ટ જિલ્લા કક્ષા પ્રદર્શનના એક્ઝિબ્યુટર્સના પ્રતિભાવો સામે આવી રહ્યા છે. વાઈબ્રન્ટ જિલ્લા કક્ષાના કાર્યક્રમથી સપ્લાયની ડિમાન્ડમાં ચોક્કસ વધારો થાય છે, તેમ જણાવી એક્ઝિબ્યુટર્સએ જણાવ્યુ હતું કે આ કારણે રોજગારીમાં વૃદ્ધિ થાય છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ પૂર્વે જામનગરમાં આયોજિત જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ભાગ લઈ રહેલા રાજેશભાઈ ચાંગાણી જણાવે છે કે, અમે ગત વર્ષે પણ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો. જેમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો હતો. સપ્લાયની ડિમાન્ડમાં ખાસ્સો વધારો થયો છે. અમે છેલ્લા ૩૦ વર્ષથી બ્રાસની અલગ અલગ રેન્જની પ્રોડક્ટસ બનાવીએ છીએ. જે મોટા ભાગે અમે ગલ્ફ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીએ છીએ. વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વમાં ખૂબ જાણીતો બન્યો છે. જેનો ફાયદો અમને ચોક્કસ મળી રહ્યો છે. જામનગરના બ્રાસ ઉદ્યોગની વૈશ્વિક ઓળખ વાઈબ્રન્ટ ગુજરાતથી બની છે. અમારા ધંધા રોજગારમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ૧૦ વર્ષથી ૨૫૦ થી વધુ પ્રકારના ડોર લોક અને વિવિધ પ્રકારના હેન્ડલ બનાવતા જામનગર બ્રાસપાર્ટના ઉદ્યોગકાર હસમુખભાઈ ભંડેરી જણાવે છે કે, અમે પહેલા નાના પાયે આ કામગીરી કરતા હતા. વાઈબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો થકી જે રીતે બ્રાસપાર્ટ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં જાણીતો બન્યો છે, તેના કારણે અમે હવે બહારના દેશોમાં પણ અમારી પ્રોડક્ટ સપ્લાય કરી શકીએ છીએ. ખાસ કરીને સમગ્ર ભારતમાં અમારી પ્રોડકટની ખૂબ ડિમાન્ડ વધી રહી છે. જેના માટે અમે ઉચ્ચ કક્ષાની કસ્ટમર કેર સર્વિસ પણ પૂરી પાડીએ છીએ.
વાઈબ્રન્ટ રિજીયોનલ કોન્ફરન્સ હેઠળ જિલ્લા કક્ષાના પ્રોગ્રામથી એક્ઝિબિશનમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીં આવતા વિઝીટર્સને અમારી પ્રોડકટમાં રસ પડી રહ્યો છે. અમે હવે વધુને વધુ નવીનતા ભરી પ્રોડકટસ પણ તૈયાર કરી રહ્યા છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial