Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'કાપ્યો છે...'ની ગૂંજ સાથે બેટરી-ઈન્વર્ટરનો ઉપયોગ કરીને ગીત-સંગીતઃ ઊંધિયુ, જલેબી-ગાંઠિયાની મહેફિલ
ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયામાં ગઈકાલે ઉત્તરાયણ મકર સંક્રાંતિની ખૂબ જ ઉતસાહપૂર્વક તથા ધામધૂમથી ઉજવણી થઈ હતી.
આગલા દિવસે સાંજે તથા રાત્રે પતંગ તથા દોરીઓ તથા વિવિધ જાતના બલૂન ખરીદવા લોકો ઉમટી પડ્યા હતાં, તો ઝીંજરા, ચીકી ખરીદવા પણ લોકો ઉમટી પડતા બજારો ભરાઈ ગઈ હતી તથા નગરગેઈટ, બેઠક રોડ, સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આજે વહેલી સવારથી અનેક સ્થળે સ્પેશ્યલ ઊંધિયું તથા જલેબી-ગાંઠિયાના ખાસ સ્ટોલ તથા કેટલીક પ્રસિદ્ધ દુકાનોમાં ખાસ ઊંધીયું વેંચાણ શરૂકરતા સવારથી કતારોલાગી હતી, તો પતંગો અને દોરી વેંચનારાને ત્યાં જમાવડા જેવી સ્થિતિ થઈ હતી.
વીજ પુરવઠો સવારથી જ બંધ હોવા છતાં પતંગના શોખીનો અગાશીમાં ઈન્વર્ટરઅને બેટરીઓ ચલાવીને બેફામ સ્પીકરો ગોઠવીને કાપયો છે ના નાદ્ સાથે સંગીતનો જલસો માણતા હતાં, તો રામનાથ સોસાયટીમાં ખત્રી પરિવારના કરાઓકે સંગીતે ધૂમ મચાવી હતી, બપોર પછી તો મોટા ભાગના લોકો પોતાની અગાશીમાં ચડી ગયા હતાં તથા પતંગોની મોજ માણી હતી, તો બધા ઢગલાબંધ કિશોરો હાથમાં લાકડા લઈને પતંગ કપાય ત્યારે લેવા દોટ મૂકતા નજરે ચડતા હતાં, તો ઘણાં યુવાનો, વૃદ્ધો તથા પરોપકારીઓ પતંગો-દોરી તથા ચીકી જેવા નાસ્તા લઈને ગરીબ-પછાત વિસ્તારોમાં વિતરણ કરવા પહોંચી ગયા હતાં.
ઉત્તરાયણમાં દાનનો બહુ મહિમા હોય, લોકો સીધું અને અન્ય વસ્તુઓનું બ્રાહ્મણો અને જરૂરતમંદોને દાન દેવા પણ ઉમટી પડ્યા હતાં, તો ગાયોને ધાસચારો નાખનારા એટલા મંડાયા હતાં કે જ્યાં ઘાસચારો પડે ત્યાં લીલા ચરાના ઢગલા પથરાઈ ગયા હતાં તથા આડે દિવસે લીલા ઘાસ માટે રખડતી ગૌ માતાઓ ઘાસના ઢગલા થતા તેના પર બેઠેલ જોવા મળતી હતી, તો એક સાથે પુણ્ય કમાવાની ઘેલછામાં ઘાસના ઢગલાથી ઘાસનો દુરૂપયોગ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial